Ahmedabad/ નવી પાર્કિંગ પોલિસી : માત્ર લોકોને જ દંડવાની નીતિ

શોપિંગ અને રેસિડેન્ટ કોમ્પ્લેક્ષના પાર્કિંગના ભોંયરા ખુલ્લા રાખવામા સદંતર નિષ્ફળ ગયેલ તંત્ર હવે ટેક્સ પેયર નાગરિકોને દંડશે 

Top Stories Ahmedabad Gujarat
લાકડાં

@પ્રફુલ્લ ત્રિવેદી

AMCની નવી પાર્કિંગ પોલિસી એટ્લે શોપિંગ અને રેસિડેન્ટ કોમ્પ્લેક્ષના પાર્કિંગના ભોંયરા વેચી દઈને બિલ્ડર, તેને રક્ષણ આપનારા રાજકારણી અને મ્યુનિ. અધિકારીઓનાં ખિસ્સા ભરાઈ ગયા બાદ હવે દંડાશે રોડ-સાઇડમાં વાહન પાર્ક કરનાર ટેક્સ પેયર્સ-  સામાન્ય નાગરિકો. રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા બાંધકામના કાયદા GDCRમાં સ્પષ્ટ જોગવાઈ છે કે તમામ બિલ્ડિંગમાં કાર અને દ્વિચક્રી વાહનો માટે જરૂરી પાર્કિંગની સુવિધા હોવી જ જોઇયે. અને એ હોય તો જ BU- બિલ્ડીંગ યુઝ પરમીશન મળે. પરંતુ હપ્તાખાઉ TDO ખાતાના તંત્રને કાયદાના  પાલન કરતાં ખિસ્સામાં આવતા રૂપિયામાં વધારે ઊંડો રસ હોય છે. આમ થવાના કારણે મોટાભાગના પાર્કિંગના ભોંયરામાં, ગેરકાયદે દુકાનો, ઓફિસો, રેસ્ટોરન્ટ, વર્કશોપ, પ્રિંટિંગ પ્રેસ થઈ ગયા છે. કાયદાનો ભંગ કરીને તગડી કમાણી કરી લેનાર બિલ્ડરો સામે પગલાં લેવામાં નિષ્ફળ નિવડેલું તંત્ર હવે નાગરિકોને દંડવા  કમર કસી રહ્યું છે.

ત્રણચાર વર્ષ પહેલા પ્રહલાદનગર રોડની ફૂટપાથની કામગીરી ચેક કરવા નીકળેલા તે સમયના કમિશનર વિજય નેહરાએ બાજુના ભોંયરામાં નજર કરી તો ત્યાં કારના પાર્કિંગના બદલે દુકાનો ધમધમતી દેખાઈ હતી. આ દ્રશ્ય જોયા બાદ તેમણે તમામ ભોંયરાઓ ખુલ્લા કરાવવા અધિકારીઓને કડક સૂચના આપી હતી.

News & Views :: પાર્કિંગ ચાર્જ લઈને નવી યોજના શરૂ કરવાનો તંત્રનો વિચાર, આ  રીતે નક્કી થશે ચાર્જ

8-10 કોમ્પ્લેક્સ સામે પગલાં લેવાયા બાદ મામલો ઠંડો પડી ગયો હતો. આ પહેલાના કમિશનરોએ પણ ભોંયરા અને પાર્કિંગના માર્જિનમાથી દબાણો દૂર કરવા આદેશો આપ્યા હતા. સેટેલાઈટ જેવા જાણીતા રોડ પર દેખાવ પૂરતા પગલાં લઈ એસ્ટેટ ખાતું હમેશની જેમ અદબ પલાઠી વાળીને બેસી ગયું હતું. BU  ઇસ્યુ કર્યા બાદ અત્યાર સુધીના ઈતિહાસમાં આવા કારણોસર એક પણ BU રદ્દ કરાઇ નથી

Station it right: Ahmedabad Traffic Department to give e-challans for 'no  parking zone' violations

પાર્કિંગના પ્રશ્નો પહેલા ઉકેલો 

  • SG હાઇવે પર કેટલાક પેચમાં પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ અપાયા હતા. કેટલાકની મુદ્દત પૂર્ણ થઈ જવા છતાં ઉઘરાણા ચાલે છે. જાણે કે મ્યુનિ. માં કોઈ જોવાવાળું  જ નથી.
  • પાર્કિંગ માટે ફાળવેલા પ્લોટોમાં ખાણીપીણીની લારીઓ ઠેરઠેર ઊભી રહેવા માંડી છે. આ કીમતી પ્લોટો મોટાભાગે હાથથી ગયેલા જ છે.
  • CG રોડ પર ઇમ્પેક્ટ ફી સાથે ઉઘરાવેલી પાર્કિંગ ફીમાંથી નવરંગપુરા બસસ્ટેન્ડ પાછળ બહુમાળી પાર્કિંગ બંધાયું, ત્યાં કોઈપણ પાર્કિંગ માટે જતું નથી.
  • પાર્કિંગના ભોંયરા ખુલ્લા  રાખવા અગાઉ TDO  ખાતું ડિપોઝિટ ભારવતું હતું. જે  કોઈ પાછી લેવા આવતું ના હતું. અને TDO ખાતું ભોયરાં જોવા જતું ના હતું.
  • રોડ વાહનવ્યવહાર માટે 100 % ખુલ્લો જ હોવો જોઇયે. તો જ ટ્રાફિકજામનો પ્રશ્ન હળવો થાય પણ સામે પાર્કિંગની વ્યવસ્થા સુવિધાપૂર્ણ, નજીક અને ઓછી ફી સાથેની હોવી જોઇએ.
  • મુલાકાતીઓને ભોયરમાં પાર્કિંગની ના કહેવાય છે. તે બાબત ગેર બંધારણીય છે.