Surendranagar News : સુરેન્દ્રનગરમાં બિસ્માર રસ્તાઓને લઈને પ્રાંચ અધિકારી લાલઘૂમ થયા છે. શહેરના રસ્તાઓની બિસ્માર હાલતને લઈને તેનું તાત્કાલિક સમારકામ કરવા તેમણે કડક સૂચનાઓ આપી છે.
નવાઈની વાત એ છે કે કલેક્ટરના કડક આદેશ બાદ પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી.જેને કારણે વઢવાણ પ્રાંતએ તમામ વિભાગોના અધિકારીઓને નોટિસો ફટકારી છે.ઉપરાંત માર્ગ મકાન, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, નર્મદા વિભાગના અધિકારીને પણ નોટિસ મોકલવામાં આવી છે.
તેમણે પબ્લિકને યોગ્ય સુવિધાઓ આપો, નહી તો કાર્યવાહી માટે તૈયાર રહેવા કહ્યું હતું.આ અંગે કલેક્ટરે કહ્યું હતું કે જવાબદાર કોન્ટ્રાક્ટર પાસેથી કામ લેવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. તેમણે આગામી 10 દિવસમા કામ પુર્ણ કરો નહી તો કોર્ટમાં હાજર થજો, એમ પણ વધુમાં ઉમેર્યું હતું.
આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી
આ પણ વાંચો:સુરતની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, 8 ડીસીપી તરીકે મહિલા અધિકારી
