Surat News: અમદાવાદમાં બનેલી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) બાદ આજે સુરત શહેરમાં આજે વહેલી સવારે એક કરુણ ઘટના બની હતી. પનાસ ગામ નજીક નહેર પાસે સુરત મહાનગરપાલિકા (SMC)ની કચરાની ગાડીએ એક યુવતીને અડફેટે લેતાં તેનું મોત થયું. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
મૃતક યુવતીની ઓળખ વિધિ તરીકે થઈ છે. તે એક ઉત્સાહી રનર હતી અને વહેલી સવારે જીમ જવા નીકળી હતી. એ સમયે બેફામ ઝડપે આવેલી કચરાની ગાડી અચાનક કાબૂ ગુમાવતાં સીધી યુવતીને અડફેટે લીધી હતી. ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે તેણીનું મોત નિપજ્યું હતું.

આ અકસ્માતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારજનો સાથે સાથે જીમમાં જતા સાથી મિત્રો પણ ભારે શોકમાં ગરકાવ થયા છે. સ્થાનિક લોકોએ પણ આ ઘટનાથી ક્રોધ વ્યક્ત કર્યો છે અને પાલિકા પ્રત્યે બેદરકારીનો આક્ષેપ કર્યો છે.
યાદગાર બાબત છે કે અગાઉ અમદાવાદમાં પણ આવી જ ઘટના બની હતી, જેમાં કચરાની ગાડીનો કંટ્રોલ છૂટતાં મોટો અકસ્માત સર્જાયો હતો. આ પ્રકારની ઘટનાઓ સતત બનતી હોવાથી રાજ્યના નાગરિકોમાં રોષ વ્યાપી રહ્યો છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગાડી જપ્ત કરી છે અને ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે ઘટનાની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
[fvplayer id=”62″]
લોકોમાં રોષ
સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે પાલિકાની કચરાની ગાડીઓ પર પૂરતું નિયંત્રણ રાખવામાં આવે અને ડ્રાઇવરોએ ટ્રાફિક નિયમોનું પાલન કરે. નાગરિકોની જિંદગી જોખમમાં મૂકીને બેફામ ઝડપે વાહન ચલાવવું અસહ્ય છે અને જવાબદાર તંત્રએ તરત પગલા લેવા જોઈએ.
આ પણ વાંચો:સુરતમાં BRTS બસમાં ડાન્સ પાર્ટીનો વીડિયો વાયરલ, મનપા દ્વારા કાર્યવાહીની તૈયારી
આ પણ વાંચો:સુરતની કાયદો અને વ્યવસ્થા હવે નારીશક્તિના હાથમાં, 8 ડીસીપી તરીકે મહિલા અધિકારી
