Surat News : સોશિયલ મિડીયાને લઈને ક્યારેક મોટી ગેરસમજ પણ થતી હોવાના બનાવ બને છે. આ પ્રકારના એક બનાવમાં સુરતના કતારગામ ખાતે હીરા ઘસવાના કારખાનામાં કામ કરતી મહિલાનો દુપટ્ટો અચાનક ઘંટીમાં ફસાઈ ગયો હતો. જેને લઈને દુપટ્ટો હીરાની ઘંટીની સરેણમાં આવી ગયો હતો. જેને કારણે મહિલાના તમામ વાળ ખેંચાઈને અલગ થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર હેઠળ નજીતની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બીજીતરફ આ ઘટના બાદ છુટા થઈ ગયેલા વાળ સાથે મહિલલાનું માથુ જ જુદુ પડી ગયું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
આ બનાવની વિગત મુજબ સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા ઉદયનગરમાં 30 વર્ષની મહિલા તેના પરિવાર સાથે રહે છે. ભોગ બનનાર મહિલા કતારગામ વિસ્તારમાં આવેલા એક નાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતી હતી. ગત 20 ઓગસ્ટના રોજ સવારે મહિલા કામ કરવા માટે કારખાના પર પહોંચી હતી. જ્યાં બપોરના 11:30 આસપાસ હીરા ઘસવાની ઘંટી પર કામ કરી રહી હતી.
દરમિયાન અચાનક મહિલા કંઈ સમજેતે પહેલા તેનો દુપટ્ટો હીરા ઘસવાની ઘંટીના સરેણમાં ફસાઈ ગયો હતો. .આ દુપટ્ટાની સાથે જ મહિલાના વાળ અને તે પોતે પણ ખેંચાઈ ગઈ હતી.તાત્કાલિક સહ કર્મચારીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે થોડી ક્ષણોમાં જ તેના માથામાંથી તમામ વાળ છૂટા પડી ગયા હતા અને દૂર ફેંકાઈ ગયા હતા. માથા પરથી તમામ વાળ ખેંચાઈ જવાને પગલે મહિલાના માથામાંથી ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું. ત્યાર બાદ મહિલાને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
વધુ સારવાર માટે હાલ તે લાલ દરવાજા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બે દિવસ બાદ, એટલે કે આજે ત્રીજા દિવસે મહિલાના વાળ ખેંચાઈને દૂર પડ્યા હોઈ, મહિલાનું માથું ધડથી અલગ થઈ ગયું હોય એના નામે સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો છે. જોકે તપાસમાં મહિલા જીવતી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કતારગામ પોલીસમાં આ ઘટના અંગે જાણવા જોગ નોંધી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ
આ પણ વાંચો:રાજકોટના રીબડા ગામે મોડી રાત્રે ફાયરિંગની ઘટના, પોલીસ તપાસમાં લાગી
આ પણ વાંચો: રાજકોટ : પૂર્વ MLA મહિપતસિંહ જાડેજાએ લઘુશંકા બાબતે ૪ ફોરેસ્ટ અધિકારીઓ પર કર્યો જીવલેણ હુમલો

