જામનગરમાં વધુ એક વકીલ પર જીવલેણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગોકુલનગર જકાતનાકા સર્કલ પાસે વકીલ અને તેમના ભાઇ પર હુમલો કરવામાં આવ્યો હતો.
આશરે 10 જેટલા શખ્સોએ છરી, ધારીયા વડે પહેલા હુમલો કર્યો હતો. બાદમાં ફાયરિંગ પણ કર્યું હતું. જેના કારણે એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી છે.
આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા વકીલ કિરીટ જોશીની છરીના ઘા મારીને બર્બરતાથી હત્યા કરી નાખવમાં આવી હતી. આ ઘટનાએ પુરા જામનગરને હલ-બલાવી નાખ્યું હતું. ભીડ-ભાળવાળી જગ્યામાં બે અજાણ્યા વ્યક્તિઓએ કિરીટ સોની પર છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. ઘટના સ્થળે સીસીટીવી કેમેરા હોવાના કારણે આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં પણ રેકોર્ડ થઇ ગઈ હતી. એવો ખુલાસો પણ થયો હતો કે એડવોકેટ કિરીટ જોશીની હત્યા માટે 2 કરોડ રૂપિયાની સોપારી લેવામાં આવી હતી.
