Breaking News/ ગુજરાતમાં 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને ACS પદે બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 1996 બેચના પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓને અધિક મુખ્ય સચિવ (ACS) પદે બઢતી આપી. જાણો સંપૂર્ણ વિગત.

Top Stories Gujarat Breaking News
IAS

Breaking News:નવા વર્ષ 2026ના પ્રથમ જ દિવસે ગુજરાત સરકારે વહીવટી અને પોલીસ તંત્રમાં મોટા ફેરફાર કર્યા છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, 1996 બેચના 5 વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. આ સાથે જ રાજ્ય પોલીસ બેડામાં પણ 14 વરિષ્ઠ IPS અધિકારીઓને DGPથી લઈને DIG ગ્રેડ સુધીની બઢતી અપાઈ છે.આ બઢતીઓથી રાજ્યના મહત્વના વિભાગો જેમ કે નાણાં, આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે. સરકારના આ નિર્ણયને વહીવટી કાર્યક્ષમતા વધારવા અને અનુભવી અધિકારીઓને પ્રોત્સાહન આપવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 2 - image

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, આ 5 અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-17 (રૂ. 2,25,000 ફિક્સ્ડ)માં બઢતી આપવામાં આવી છે.

બઢતી મેળવનાર અધિકારીઓ અને તેમના વિભાગો

મોના કે. ખંધાર (IAS)

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી.

ડો. ટી. નટરાજન (IAS)

નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી.

રાજીવ ટોપ્નો (IAS)

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી.

મમતા વર્મા (IAS)

ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી.

મુકેશ કુમાર (IAS)

શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ)માં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી.

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 3 - image

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 4 - image

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 5 - image

આ બઢતીઓથી રાજ્યના આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ અસરકારક નીતિ અમલીકરણની અપેક્ષા છે.

ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ, 14 IPS અધિકારીઓને વિવિધ ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. આમાં DGP, IGP અને DIG ગ્રેડનો સમાવેશ થાય છે.

નરસિમ્હા એન. કોમર

વડોદરા શહેરના પોલીસ કમિશનરને DGP ગ્રેડમાં બઢતી, પોસ્ટ પણ અપગ્રેડ.

ડો. પ્રફુલ્લ કુમાર રોશન

એડિશનલ DGP (આર્મડ યુનિટ્સ, રાજકોટ)ને DGP (આર્મડ યુનિટ્સ) તરીકે બઢતી.

ડો. એસ. પાંડિયા રાજકુમાર

એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર)ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે બઢતી.

નીરજ કુમાર બડગુજર

અમદાવાદ શહેર (સેક્ટર-1)ના એડિશનલ પોલીસ કમિશનરને જોઇન્ટ પોલીસ કમિશનર (JCP) તરીકે નિયુક્તિ.

સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા બઢતી.

ડો. સુધીરકુમાર જે. દેસાઈ

SP (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર)થી DIG (ઇન્ટેલિજન્સ) તરીકે.

શબલરામ મીણા

રાજ્યપાલના ADCને DIG ગ્રેડમાં બઢતી.

ડો. કરણરાજ વાઘેલા

DCP (ઇકોનોમિક વિંગ, સુરત)ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે.

એસ.વી. પરમાર

કમાન્ડન્ટ (SRPF, મહેસાણા)ને DIG ગ્રેડમાં.

એ.એમ. મુનિયા

કમાન્ડન્ટ (SRPF, ગોધરા)ને DIG ગ્રેડમાં.

કેન્દ્રીય ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અધિકારીઓ જેમ કે ડો. વિપુલ અગ્રવાલ (DDA, દિલ્હી) અને સૌરભ સિંહ (R&AW)ને પણ મૂળ કેડરમાં પ્રોફોર્મા બઢતીનો લાભ આપવામાં આવ્યો છે.

ગુજરાતના 28 IPS અધિકારીઓને ‘જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ’માં બઢતી આપવામાં આવી

 

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 6 - image

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 7 - image

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં IAS-IPS અધિકારીઓને બઢતીના આદેશ 7 - image

સરકારી આદેશ મુજબ, તમામ અધિકારીઓને તેમના બઢતી પછી તેમના સંબંધિત વિભાગોમાં અધિક મુખ્ય સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. સરકાર માને છે કે આ અનુભવી અધિકારીઓની નિમણૂકથી વિવિધ વિભાગોમાં નીતિ અમલીકરણ અને વહીવટી કાર્યક્ષમતા મજબૂત થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ પોલીસમાં મોટો ફેરફાર: 83 PSIની આંતરિક બદલી, 18ને નવી જવાબદારી

આ પણ વાંચો:ગુજરાત પોલીસ અને IASમાં આગામી ફેરફારો: પ્રમોશન, બદલી અને નિવૃત્તિ

આ પણ વાંચો:અમદાવાદ પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીના ઓર્ડર, એકસાથે 744 પોલીસકર્મીઓની બદલી