Not Set/ આજે ક્રિકેટના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનનો છે જન્મદિવસ, જાણો તેઓની જાણી-અજાણી વાતો

નવી દિલ્હી, આજે ૨૭ ઓગસ્ટ, ત્યારે દુનિયાના મહાન ક્રિકેટર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સર ડોન બ્રેડમેનની આજે ૧૧૦મો જન્મદિવસ છે. ડોન બ્રેડમેનનો જન્મ ૨૭ ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ થયો હતો અને તેઓને ગણના આજે પણ દુનિયાના સૌથી મહાન બેટ્સમેનમાં થાય છે. સર બ્રેડમેનનું ટેસ્ટ મેચમાં એવરેજ ૯૯.૯૪ની છે, તે અત્યારસુધી આ વર્લ્ડ રેકોર્ડ તેઓના નામે કાયમ […]

Trending Sports

નવી દિલ્હી,

આજે ૨૭ ઓગસ્ટ, ત્યારે દુનિયાના મહાન ક્રિકેટર અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સર ડોન બ્રેડમેનની આજે ૧૧૦મો જન્મદિવસ છે. ડોન બ્રેડમેનનો જન્મ ૨૭ ઓગસ્ટ, ૧૯૦૮ના રોજ થયો હતો અને તેઓને ગણના આજે પણ દુનિયાના સૌથી મહાન બેટ્સમેનમાં થાય છે.

સર બ્રેડમેનનું ટેસ્ટ મેચમાં એવરેજ ૯૯.૯૪ની છે, તે અત્યારસુધી આ વર્લ્ડ રેકોર્ડ તેઓના નામે કાયમ છે. ત્યારે આ ખાસ દિવસે દુનિયાભરમાં સર્ચ એન્જીનના નામે ઓળખાતા ગુગલ દ્વારા પણ પોતાના પેજ પર ડુડલ બનાવીને આ ક્રિકેટરને સલામી આપી છે.

સર ડોન બ્રેડમેનની જાણી-અજાણી વાતો :

૧. બાળપણમાં ડોન બ્રેડમેન ગોલ્ફ બોલને સ્ટમ્પથી વોટર ટેંક સ્ટેન્ડ સાથે હીટ કરતા હતા. પોતાના રિફ્લેક્શનને મજબૂત કરવા માટે બ્રેડમેન આ પ્રકારે પ્રેક્ટિસ કરતા હતા.

૨. પોતાના કેરિયરની અંતિમ ઇનિંગ્સમાં ડોન બ્રેડમેન ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ રન પ્રતિ મેચના એવરેજ માટે માત્ર ૪ રનની જરૂરત હતી, જો કે તેઓ અંતિમ ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયા હતા.

૩. ઓસ્ટ્રેલિયાના તમામ રાજ્યોની રાજધાની અને વિસ્તારોના પોસ્ટલ ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને PO BOX 9994 રાખ્યું હતું. આ સર ડોન બ્રેડમેનના ટેસ્ટ એવરેજ ૯૯.૯૪ના સન્માન આપવા માટે કરવામાં આવ્યું છે.

૪. સર ડોન બ્રેડમેન પોતાના કેરિયરમાં ક્યારેય પણ ૯૦ રનના સ્કોરે આઉટ થયા નથી, તે એક રેકોર્ડ છે.

૫. જયારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન નેતા નેલ્શન મંડેલા ૨૭ વર્ષની જેલ ભોગવ્યા બાદ બહાર આવ્યા હતા ત્યારે તેઓના પહેલા શબ્દ હતા, “શું ડોન બ્રેડમેન હજી જીવિત છે ?”.

૬. સર ડોન બ્રેડમેને પોતાના કેરિયરમાં કુલ ૧૨ ડબલ સેન્ચુરી ફટકારી હતી. આ રેકોર્ડ હજી સુધી કાયમ છે.

૭. ૧૯૩૦માં સર ડોન બ્રેડમેને હેડિંગ્લેમાં માત્ર એક જ દિવસમાં ૩૦૯ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં એક બેટ્સમેન દ્વારા ૧ દિવસમાં બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.

૮. કોઈ પણ દેશ સામે ૫૦૦૦ રનથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ પણ સર ડોન બ્રેડમેનના નામે છે. તેઓએ ઈંગ્લેંડ સામે કુલ ૫૦૨૮ રન બનાવ્યા હતા.