કાલ શનીવારનાં રોજ ફિફા 2018 ના ગ્રુપ ‘સી’ ના બે ઇન્ટરનેશનલ દેશો પેરુ અને ડેન્માર્ક વચ્ચે રશિયામાં મોર્દોવિઆ એરેના ખાતે સોઈની અણીએ ટક્કર ચાલી હતી. જેમાં ડેન્માર્કના ફોરવર્ડ પ્લેયર યૂસુફ યુરેરી પોઉલસેલે એક ગોલ ફટકાર્યો હતો. આ એક ગોલના કારણે ડેન્માર્કે જીત પોતાના નામે કરાવી હતી.
We can only imagine the emotion felt by scoring at the #WorldCup
Advantage #DEN#PERDEN pic.twitter.com/wlR9wzgNeB
— FIFA World Cup (@FIFAWorldCup) June 16, 2018
પેરુના એટેકીંગ મીડફિલ્ડર ક્રિશ્ચિયન ક્યુવાએ ફર્સ્ટ હાફમાં પોતાની તેમને મળેલી પેનલ્ટી મેળવવામાં નિષ્ફળ રહયા હતા. પેરુ ફર્સ્ટ હાફમાં એક પણ ગોલ નહોતી કરી શકી, પરંતુ જયારે સેકન્ડ હાફની વાત કરવામાં આવે ત્યારે તેમાં પણ ગોળ કરવામાં પેરુ નિષ્ફળ જ રહી હતી. પરંતુ ફિલ્ડ પર પેરુ એ કાલે રોજ ખુબ જ ઉમદા ફૂટબોલ મેચ રમી હતી.
ડેનમાર્કની વાત કરવામાં આવે તો તેમની ટીમ પાસે એરિક્સન છે, જે ગોલ-મશીન છે. એરિક્સને તેમની ટીમના ક્વોલિફાયર્સમાં 11 ગોલ નોંધાવ્યા હતા, જે માત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને રોબર્ટ લેવન્દોવસ્કી દ્વારા વિકસેલો રેકોર્ડ છે.
26 વર્ષીય ડેનમાર્કના પ્લેયર એરિક્સને નવેમ્બરમાં 5-1 ના ગોલથી આયર્લૅન્ડને એક અદભૂત હેટ્રીક લગાવી હરાવ્યું હતું, ત્યારબાદ તેણે પ્રિ વર્લ્ડકપમાં મેક્સિકો સામે 2-0થી ફ્રેન્ડલી મેચમાં જીત મેળવી હતી.
#DEN win!
The unbeaten start for the European teams at the #WorldCup continues! #RUS W#POR D#ESP D #FRA W#ISL D#DEN W pic.twitter.com/DUQMgPqbXa
— FIFA World Cup (@FIFAWorldCup) June 16, 2018
જયારે પેરુની વાત કરવામાં આવે તો 34 વર્ષીય સ્ટાઇકર પ્લેયર ગુરેરો પર આ મેચમાં સૌની નજર હશે. ગુરેરો અને જેફરસન ફરફાન પેરુના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક છે.
મેચ દરમિયાન ડેન્માર્કનું મીડ ફિલ્ડિંગ નિયંત્રણ થોડા અંશે નિષ્ફદળ અને નબળું રહ્યું હતું જેના કારણે ગેમમાં સુમેળ ના હોવાના કારણે તેઓ ગોળ દાગવામાં પહેલા હાફના શરૂઆતમાં નિષ્ફળ રહયા હતા.
The @Budweiser #ManoftheMatch for #PERDEN is @YussufYurary! pic.twitter.com/9PSbjLxhCF
— FIFA World Cup (@FIFAWorldCup) June 16, 2018
