Entertainment News/ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘રાકા’માંથી દીપિકા, રશ્મિકા અને જાહ્નવીના રોલની વિગતો લીક; જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

અલ્લુ અર્જુનની ફિલ્મ(Allu Arjun’s film)’રાકા’ માંથી દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદાના અને જાહ્નવી કપૂરના રોલની વિગતો ઓનલાઈન લીક થઈ ગઈ છે. જાણો વૈદિક યુગ આધારિત આ ફિલ્મની કહાની અને રિલીઝ અપડેટ્સ.

Entertainment Trending
Allu Arjun's film3 major characters leaked

Entertainment News : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ (Allu Arjun’s film) ‘રાકા’ (Raka) સતત ચર્ચામાં છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે બોલીવુડ અને સાઉથની ટોચની અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદાના અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળવાની છે. જોકે, હાલમાં જ આ ત્રણેય અભિનેત્રીઓના પાત્રો અને વાર્તાના બેકગ્રાઉન્ડને લગતી મહત્વપૂર્ણ વિગતો ઓનલાઈન લીક થઈ જતાં ફિલ્મ નિર્માતાઓમાં મોટો ખળભળાટ મચ્યો છે.

શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ના ડિરેક્ટર એટલી (Atlee) દ્વારા આકાર પામી રહેલી આ ફિલ્મ પૌરાણિક અને વૈદિક યુગના બેકડ્રોપ પર આધારિત એક ખાસ સાહસિક સ્ટોરી હોવાનું કહેવાય છે.

Allu Arjun’s film : ‘રાકા’ માં દીપિકા, રશ્મિકા અને જાહ્નવીના રોલની લીક થયેલી વિગતો:

અહેવાલો મુજબ, દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં અસ્તિત્વ માટે લડતી એક ગર્ભવતી મહિલાનો પાવરફુલ રોલ ભજવી રહી છે. તેનું પાત્ર સમગ્ર ફિલ્મની વાર્તાનું કેન્દ્રબિંદુ (Main element) ગણાય છે.રશ્મિકા મંદાના ફિલ્મમાં એક માર્ગદર્શક અને રક્ષકની ભૂમિકામાં જોવા મળશે. તે ગર્ભવતી દીપિકાના પાત્રની સુરક્ષા કરતી નજરે પડશે, જેના માટે તેણે ખાસ એક્શન તૈયારીઓ પણ કરી છે. જાહ્નવી કપૂર રાકાની દુનિયાની એક બહાદુર આદિવાસી જનજાતિની રાણીનો ભવ્ય રોલ ભજવશે. અલ્લુ અર્જુનનું ‘રાકા’ પાત્ર આ ત્રણેય કલાકારોની વાર્તાઓને એકસાથે જોડવાનું મુખ્ય કામ કરશે.

RAKA

ડિસેમ્બર 2027 માં રિલીઝ થવાની શક્યતા

અલ્લુ અર્જુનનો પ્રથમ લુક સામે આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ આદિવાસી સમાજ અને તેમના હક્કો માટેની લડાઈ પર આધારિત હશે. મેકર્સ તરફથી ઓફિશિયલ કન્ફર્મેશન બાકી છે, પરંતુ રિપોર્ટ્સ મુજબ આ બિગ બજેટ ફિલ્મ ડિસેમ્બર 2027 માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની ધારણા છે.


આ પણ વાંચો :કંગના રણૌત નસીરુદ્દીન શાહ પર ભડકી; કહ્યું- ‘તેઓ શિયાળ છે, દેશનું ખાય છે ને પડોશી દેશ માટે લડે છે’

આ પણ વાંચો :90ના દાયકાના એક્શન સ્ટાર ‘અન્ના’નો જન્મદિવસ; પુત્ર અહાન શેટ્ટી અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા

આ પણ વાંચો :ગોવિંદાએ સુનીતાના આરોપો પર તોડ્યું મૌન, કહ્યું- સંબંધોમાં દરેક વાત જાહેર કરવી જરૂરી નથી