Entertainment News/ કંગના રણૌત નસીરુદ્દીન શાહ પર ભડકી; કહ્યું- ‘તેઓ શિયાળ છે, દેશનું ખાય છે ને પડોશી દેશ માટે લડે છે’

નસીરુદ્દીન શાહના ‘કૂતરા’ વાળા નિવેદન પર સાંસદ કંગના રણૌત ભડકી (Bollywood Controversy) છે. કંગનાએ કહ્યું કે નસીરુદ્દીન શાહ શિયાળ જેવા છે, તેઓ દેશનું ખાય છે અને પડોશી દેશ માટે લડે છે.

Entertainment
Bollywood Controversy Kangana vs. Naseeruddin

Entertainment News : દેશભરમાં હાલમાં વિદ્યાર્થીઓના વિવિધ વિરોધ પ્રદર્શનોને લઈને રાજકારણ અને બોલીવુડ (Bollywood )ગરમાયું (Bollywood Controversy)છે. જંતર-મંતરથી શરૂ થયેલું આ આંદોલન હવે ઝારખંડ સુધી પહોંચી ગયું છે. JPSC પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન જાણીતા બોલીવુડ અભિનેતા પીયૂષ મિશ્રાએ સેલેબ્સના મૌન પર સવાલો ઉઠાવ્યા હતા અને નસીરુદ્દીન શાહ પર કટાક્ષ કર્યો હતો. હવે આ સમગ્ર વિવાદમાં બોલીવુડ અભિનેત્રી અને સાંસદ કંગના રણૌતે (Kangana Ranaut)ઝંપલાવ્યું છે અને નસીરુદ્દીન શાહ પર આકરા પ્રહારો કર્યા છે.

Bollywood Controversy : નસીરુદ્દીન શાહના ‘કૂતરા’ વાળા નિવેદનથી શરૂ થયો વિવાદ

ઉલ્લેખનીય છે કે, NEET પેપર લીકના સમયે આંદોલન પર ચૂપ રહેનારા કલાકારો પર નિશાન સાધતાં સીનિયર એક્ટર નસીરુદ્દીન શાહે (Naseeruddin Shah) કહ્યું હતું કે, “જે કૂતરાના મોંમાં હાડકું હોય છે, તેઓ બોલી શકતા નથી”. આ નિવેદન સામે પીયૂષ મિશ્રાએ પણ સવાલ ઉઠાવ્યા હતા કે ઝારખંડના વિદ્યાર્થીઓ અને JPSC પેપર લીક વખતે હવે એ કલાકારો કેમ મૌન છે.

કંગના રણૌતનો ઈન્સ્ટાગ્રામ પર તીખો પલટવાર  

નસીરુદ્દીન શાહની આ ટિપ્પણી સામે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આકરો વિરોધ નોંધાવતાં કંગના રણૌતે લખ્યું કે, “સાચું તો એ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈનો કૂતરો જ છે. પરંતુ મને એ વાતનો ગર્વ છે કે હું જે ઘર એટલે કે દેશનું ખાઉં છું, તેની રખવાળી પણ કરું છું અને તેના માટે લડું પણ છું. નસીર સાહેબ ખાય છે તો આ દેશનું, પણ લડે છે પડોશી દેશ માટે”.

‘શિયાળ બનવા કરતાં કૂતરો કહેવડાવવું પસંદ કરીશ’

કંગનાએ આગળ ઉમેર્યું કે, “આજના સમયમાં કોઈને કૂતરો કહેવો પણ એક રીતે તારીફ જ છે, કારણ કે વફાદારી અને માસૂમિયત હવે ખૂબ ઓછી જોવા મળે છે. તેથી હું નસીરુદ્દીન શાહ જેવા શિયાળ બનવા કરતાં કૂતરો કહેવડાવવાનું વધુ પસંદ કરીશ”. કંગનાના આ તીખા વળતા પ્રહાર બાદ બોલીવુડમાં નવો વાકયયુદ્ધ શરૂ થઈ ગયો છે.


આ પણ વાંચો :90ના દાયકાના એક્શન સ્ટાર ‘અન્ના’નો જન્મદિવસ; પુત્ર અહાન શેટ્ટી અને જેકી શ્રોફે પાઠવી ખાસ શુભેચ્છા

આ પણ વાંચો :ગોવિંદાએ સુનીતાના આરોપો પર તોડ્યું મૌન, કહ્યું- સંબંધોમાં દરેક વાત જાહેર કરવી જરૂરી નથી

આ પણ વાંચો :મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલના ડેટિંગની ચર્ચા વચ્ચે એક્ટ્રેસે આપ્યો જવાબ, કહ્યું- ‘બ્રો, રિલેક્સ…’