Entertainment News/ મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલના ડેટિંગની ચર્ચા વચ્ચે એક્ટ્રેસે આપ્યો જવાબ, કહ્યું- ‘બ્રો, રિલેક્સ…’

મૃણાલ ઠાકુર (Mrunal Thakur)અને યશસ્વી જયસવાલના ડેટિંગની અફવાઓ વચ્ચે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે. વાયરલ વીડિયો અંગે મૃણાલે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા કહ્યું.

Breaking News Entertainment
Mrunal Thakur

Entertainment News: એક્ટ્રેસ Mrunal Thakur અને ક્રિકેટર યશસ્વી જયસ્વાલના ડેટિંગની અફવાઓ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. બંનેના એકસાથે જોવા મળ્યા બાદ તેમના સંબંધોને લઈને અટકળો શરૂ થઈ હતી. હવે મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર કમેન્ટ કરીને આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે.

Mrunal Thakur: યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની અફવા કેવી રીતે શરૂ થઈ?

મૃણાલ ઠાકુર અને યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) મુંબઈમાં એક કેફેની આસપાસ જોવા મળ્યા હોવાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થયા હતા. બંને અલગ-અલગ સમયે કેફેમાંથી બહાર આવતા જોવા મળ્યા હોવાના દાવા બાદ સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને ચર્ચા શરૂ થઈ હતી. આ પછી કેટલાક યુઝર્સે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અટકળો લગાવવાનું શરૂ કર્યું. ખાસ કરીને મૃણાલ ઠાકુર યશસ્વી જયસ્વાલ કરતાં ઉંમરમાં મોટી હોવાને કારણે પણ આ ચર્ચાએ સોશિયલ મીડિયા પર વધુ ધ્યાન ખેંચ્યું હતું.

એક્ટ્રેસે અફવાઓ પર આપ્યો સ્પષ્ટ જવાબ

ડેટિંગની અફવાઓ વચ્ચે મૃણાલ ઠાકુરે વાયરલ વીડિયો પર કમેન્ટ કરીને પોતાનો જવાબ આપ્યો છે. તેમણે અફવાઓને લઈને આશ્ચર્ય વ્યક્ત કરતાં લોકોને આવી વાતોને સાચી માનતા પહેલા વિચારવાની અપીલ કરી હતી. મૃણાલે પોતાની કમેન્ટમાં લખ્યું હતું કે, “બ્રો, રિલેક્સ…” તેમણે આગળ કહ્યું કે લોકો ભણેલા હોવા છતાં આવી અફવાઓને કેવી રીતે સાચી માની લે છે. એક્ટ્રેસે લોકોને યોગ્ય મુદ્દાઓ પર વીડિયો બનાવવા અને માત્ર અફવાઓ પાછળ ન દોડવાની સલાહ પણ આપી હતી. મૃણાલની આ પ્રતિક્રિયા બાદ યશસ્વી જયસ્વાલ સાથેના તેમના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચાને ફરી વેગ મળ્યો છે.

અગાઉ પણ અન્ય સેલિબ્રિટી સાથે જોડાયું હતું નામ

મૃણાલ ઠાકુરનું નામ અગાઉ પણ અન્ય કલાકારો સાથે જોડવામાં આવ્યું છે. થોડા સમય પહેલા સાઉથના એક્ટર ધનુષ (Actor Dhanush)સાથે પણ તેમના સંબંધોની ચર્ચા થઈ હતી. બંને લગ્ન કરવા જઈ રહ્યા હોવાની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે, મૃણાલે તે સમયે પણ આવી અફવાઓને ફગાવી દીધી હતી. હવે યશસ્વી જયસ્વાલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે એક્ટ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે.

મૃણાલ ઠાકુરના આગામી પ્રોજેક્ટ્સ

વર્કફ્રન્ટની વાત કરીએ તો મૃણાલ ઠાકુર તાજેતરમાં ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે ‘પૂજા મેરી જાન’ માં જોવા મળશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થવાની છે. જોકે, ફિલ્મની ચોક્કસ રિલીઝ તારીખ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્માને NADA ની નોટિસ, જાણો શું છે ‘વેરઅબાઉટ્સ ફેઈલ્યોર’ નિયમ

આ પણ વાંચો: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ મૃણાલ ઠાકુરે કર્યું ડેબ્યુ, એક્ટ્રેસનો લૂક જોઇને ચાહકો થયા પાણી પાણી…

આ પણ વાંચો: ‘રાકા’માં Allu Arjunનો રહસ્યમય લુક, Ramayana સાથે કનેક્શન હોઈ શકે છે