Ahmedabad News: સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા જ રસ્તાઓની પોલ ખુલવા લાગી છે. મણીનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલ (LG Hospital) નજીક અચાનક રોડ પર મસમોટો ભુવો (AMC Road Issue) પડતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, રોડનો એક ભાગ અચાનક ધસી પડતા વાહનચાલકો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ મ્યુનિસિપલ તંત્ર (AMC Road Issue)ની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
AMCના (AMC Road Issue) પ્રી-મોન્સૂન પ્લાન પર સવાલ
ખાસ વાત એ છે કે અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં ભુવો પડવાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં પણ રસ્તા ધસી પડવાના બનાવો સામે આવ્યા હતા. હજુ તો વરસાદ શરૂ પણ થયો નથી, ત્યારે જ શહેરના માર્ગોની આવી સ્થિતિ સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં માત્ર થીંગડા મારીને કામ પૂરું કરવામાં આવે છે. જેના કારણે ચોમાસા પહેલા જ રસ્તાઓ બેસી જવાની સમસ્યા ફરી સામે આવી રહી છે.
ઘટના બાદ તંત્ર દ્વારા સ્થળ પર બેરિકેટિંગ કરી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જોકે, તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં ન આવતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. એલ.જી. હોસ્પિટલ (LG Hospital) જેવા સંવેદનશીલ વિસ્તારમાં સતત એમ્બ્યુલન્સ અને દર્દીઓની અવરજવર રહેતી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ‘ભુવા’ઓનું સામ્રાજ્ય! રિપેર કરાયેલ માર્ગ પર ફરી પડ્યો ભુવો, તંત્રની કામગીરીની પોલ ખુલી
આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ વોર્ડમાં તંત્રની નબળી કામગીરી, ફરીથી ભુવો પડતાં પ્રજા રોષમાં
આ પણ વાંચો:લો બોલો!! શહેરમાં વરસાદ વિના પડ્યો ભુવો
