Panchmahal/ પંચમહાલના ઘોઘંબા તાલુકામાં રહેવાસીના ઘર પર દરોડો પાડી દારૂ સાથે 29 લાખનો મુદ્દામાલ કબજે

એસએમસીની ટીમે 3 આરોપીની ધરપકડ કરીને છ ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Gujarat

Panchmahal News : સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામમાં એક રહેવાસીના ઘરમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડીને રૂ.4,62,100 ની કિંમતનો દારૂ ત્રણ વાહનો, રોકડ રકમ અને પાંચ મોબાઈલ મળીને કુલ રૂ. 28,86,580 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અહીંથી પોલીસે પારસિંગ જી.રાઠવા, જશવંતસિંહ પી. બારૈયા અને પ્રકાશ કે.રાઠવાની ધરપકડ કરી હતી. તપાસમાં પારસિંગ તેની થાર જીપમાં દારૂનો જથ્થો ભરીને અહીં લાવ્યો હતો. જ્યારે જશવંત સિંહ થાર જીપમાં દારૂનો જત્થો લેવા માટે આવ્યો હતો. પોલીસે આ કેસમાં દારૂનો જથ્થો પોતાના મકાનમાં રાખનારા શખ્સ સહિત ત્રણ શખ્સોની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાસણ-ગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની થઈ ઉજવણી

આ પણ વાંચો:વિશ્વ સિંહ દિવસ શા માટે ઉજવાય છે? ભારતમાં સંરક્ષણ માટે કયા પ્રયાસો કરાયાં

આ પણ વાંચો:‘ગીર ગજવતી આવી સિંહણ’ ગીત વિશ્વ સિંહ દિને લોન્ચ