Gujarat News/ ડીંગુચા કેસમાં EDને મળી મોટી સફળતા, 1700 એજન્ટ ગુજરાતમાં

ડીંગુચા કેસમાં ED એ નવા ખુલાસા કર્યા, ફકત ગુજરાતમાં જ 1400 જેટલા એજન્ટો સક્રિય, લોકોને મોકલવમાં આવતા હતા યુએસ અને અમેરિકા ગેરકાયદેસર રીતે….

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : ED (એફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ) દ્વારા ડીંગુચા કેસમાં વધુ એકવાર દરોડા પાડવામાં આવ્યા છે. માનવ તસ્કરીના આરોપ હેઠળ કરવામાં આવેલા આ દરોડાઓમાં ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે. ED એ વિવિધ સ્થળો જેમ કે મુંબઈ(Mumbai), નાગપુર(Nagpur), ગાંધીનગર(Gandhinagar) અને વડોદરા(Vadodara) પર દરોડા પાડ્યા અને મહત્વના દસ્તાવેજો અને રોકડ રકમ જપ્ત કરી છે.

તપાસમાં ખુલાસો થયો છે કે, ગેરકાયદેસર ભારતીયોને કેનેડા મારફતે યુએસમાં મોકલવામાં આવતા હતા. આ માટે તેવો એક નકલી હૂકમ બનાવવામાં આવતો હતો, જેમાં વિદ્યાર્થીઓને કાનૂની રીતે કેનેડાની કોલેજમાં એડમિશન અપાવામાં આવતું. પરંતુ, તેમને એડમિશનની બદલે અમેરિકામાં મોકલવામાં આવતા ખાસ કરીને, આ પ્રવૃત્તિ મોટે પાયે મુંબઈ અને નાગપુરની સંસ્થાઓ દ્વારા થઈ રહી હતી.

વિશ્વાસ મૂકવા જેવી વાત એ છે કે, 112 કોલેજો અને 150 બીજી સંસ્થાઓ સાથે સંલગ્ન એજન્ટો દર વર્ષે 25,000 જેટલા વિદ્યાર્થીઓને ગેરકાયદે કેનેડાની કોલેજોમાં એડમિશન અપાવી રહ્યા છે.  3500 જેટલા એજન્ટો, જેમાં 1700 એજન્ટ ગુજરાતમાં કાર્યરત છે, આ ગેરકાયદેસર પ્રવૃત્તિની તપાસમાં સામેલ છે.

આ મહત્વપૂર્ણ ખુલાસા ED ની તપાસ અને સખત કાયદેસર કાર્યવાહી દ્વારા માનવ તસ્કરીના જટિલ જાલને ફરી એકવાર પકડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કેનેડામાં ખુલ્લેઆમ ફરતો ડીંગુચા કેસનો મુખ્ય સૂત્રધાર ફેનિલ પટેલ

આ પણ વાંચોઃ ડીગુચા કેસમાં વધુ એકવાર EDનો સપાટો, 8 સ્થળ પર દરોડા, 19 લાખ કર્યા જપ્ત

આ પણ વાંચોઃ અમેરિકા-કેનેડા બોર્ડરે મૃત્યુ પામેલા ડિંગુચાના પરિવારનો સદસ્ય જ નીકળ્યો માનવ તસ્કર