Rajkot News/ રાજકોટમાં મોરબી રોડ પર બની શરમજનક ઘટના, વીડિયો વાયરલ

રાજકોટ શહેરમાં મોરબી રોડ આવેલા ગૌરીદળ ગામમાં મારવાડી કોલેજના આફ્રિકન

Top Stories Gujarat Rajkot
Rajkot News: રાજકોટમાં મોરબી રોડ પર આવેલા ગૌરીદળ ગામમાં શરમજનક ઘટના બની છે. મારવાડી કોલેજના આફ્રિકન વિદ્યાર્થીઓની શરમજનક કરતૂત બહાર આવી છે. આફ્રિકન વિદ્યાર્થીઓએ કારના કાચ પર બિભસ્ત શબ્દો લખ્યા હતી, પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આફ્રિકન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે આ મામલે બબાલ થઇ હતી.  છુટા હાથની મારામારીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં (Video Viral) વાયરલ થયો હતો.
રાજકોટ શહેરમાં મોરબી રોડ આવેલા ગૌરીદળ ગામમાં મારવાડી કોલેજના આફ્રિકન વિદ્યાર્થીઓની શરમજનક કરતૂત કરતા લોકોમાં રોષ ભરાયો હતો. મારવાડી કોલેજના આફ્રિકન સ્ટુડન્ટો દ્વારા કારના કાચ પર ‘FUCK YOU ALL INDIAN’ લખ્યું હતું. પરિણામે આફ્રિકન સ્ટુડન્ટ અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.