Not Set/ શાળાઓમાં વિધાર્થીઓ મોતનાં ભય વચ્ચે અભ્યાસ કરવા મજબૂર… આખરે કેમ..?

રાજયભરમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. દરમિયાન રાજયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલતી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓ જર્જરિત ઓરડાઓમાં મોતનાં ભય વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે તે હવે નવી વાત રહી નથી પરંતુ આવા જર્જરિત ઓરડાઓને તોડી શાળામાં બાળકો માટે નવા મકાનો બનાવવાનું જાણે તંત્ર ભૂલી જ ગયું હોય […]

Top Stories Gujarat Others

રાજયભરમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. દરમિયાન રાજયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલતી પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓ જર્જરિત ઓરડાઓમાં મોતનાં ભય વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે તે હવે નવી વાત રહી નથી પરંતુ આવા જર્જરિત ઓરડાઓને તોડી શાળામાં બાળકો માટે નવા મકાનો બનાવવાનું જાણે તંત્ર ભૂલી જ ગયું હોય તેમ લાગી રહ્યું છે.

તાપી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળ ચાલતી સોનગઢની ધજાંબા ગામની મુખ્ય પ્રાથમિક શાળાનાં ઓરડાઓની પણ કંઈક આવી જ હાલત છે. શાળાનું મકાન વર્ષ 1956માં બનાવવામાં આવેલું છે. જે છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત અવસ્થામાં હોવા છતાં તાપી જિલ્લાનું શૈક્ષણિક તંત્ર જાણે જર્જરિત શાળાનાં ઓરડાઓને તોડવા ગંભીર બેદરકારી દાખવી અકસ્માતને આમંત્રણ આપી રહ્યું હોવાનું ચર્ચાય રહ્યું છે.

સોનગઢનાં ધજાંબા ગામની આદર્શ પ્રાથમિક શાળામાં ભણતાં 1 થી 8 ધોરણનાં 144 જેટલાં  વિધાર્થીઓ શાળાનાં જર્જરિત ઓરડાઓમાં સતત અકસ્માતનાં ભય નીચે બેસી ભણતાં હોઈ છે ત્યારે આ શાળાને આદર્શ પ્રાથમિક શાળા ગણવી પણ અયોગ્ય છે . શાળાનાં જર્જરિત ઓરડાઓ અંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિને અનેક વખત રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર ફક્ત શાળાનાં જર્જરિત ઓરડાઓનું સર્વે કરીને જ સંતોષ માની રહ્યું છે જ્યારે આ વર્ષોથી જર્જરિત બનેલા શાળાનાં ઓરડાઓને તોડી નવા ઓરડા બનાવવા તંત્ર લાપરવાહી દાખવી રહ્યું છે જેને લઈને શાળામાં ભણતાં માસૂમ બાળકો પર સતત અકસ્માતનો ભય પથરાયેલો રહેતાં બાળકોનાં વાલીઓમાં પણ હંમેશા ચિંતાનાં વાદળો ઘેરાયેલા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.