અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ફ્રુટની લારી ચલાવતા હિમાંશુ ખટીક તેમજ મોહિત ખટીક નામનાં યુવકને માર મારવામાં આવ્યો, તેમજ ફ્રુટની લારી પણ ઉંધી કરી દેવાઇ હોવાની ધટના પ્રકાશમાં આવી હતી. જેમાં સ્થાનિક અન્ય વેપારીઓનાં દ્વારા આક્ષેપ કરાયો હતો કે, પોલીસ દ્વારા રોજ વેપારીઓ પાસેથી પૈસાની માંગણી કરાય છે. અને જો કોઇ ન આપે તો ખોટા કેસ કરવામા આવે છે. લોકડાઉનનાં કારણે એક તરફ લારીચાલકોને ધંધો ચાલતો ન હોય તેવામાં પોલીસ રોજ આવીને ફ્રુટ લઇ જઇ પૈસા પણ ન આપતી હોવાનો આક્ષેપ કરાયો હતો. આનંદનગરમાં ફ્રુટની લારી ચલાવતા યુવકને માર મરાયો હોવાની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
