Not Set/ વરસાદ/  પોલીસ મથકમાં જ પડ્યો ભૂવો..

વરસાદ આવતા જ અનેક જૂના પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન છે.  પણ નવા બનેલા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓ હેરાન જોવા મળી રહ્યા છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફાયબરનો ડોમ ઊભા કરી પીઆઇની ચેમ્બર અને ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ઊભો કરાયો છે. જેમાં એક ડોમમાં ખાડો પડી જતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. સરદારનગર,  કુબેરનગર,  છારાનગર […]

Ahmedabad Gujarat

વરસાદ આવતા જ અનેક જૂના પોલીસ સ્ટેશનમાં કામ કરતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન છે.  પણ નવા બનેલા પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓ હેરાન જોવા મળી રહ્યા છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફાયબરનો ડોમ ઊભા કરી પીઆઇની ચેમ્બર અને ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ઊભો કરાયો છે. જેમાં એક ડોમમાં ખાડો પડી જતા પોલીસકર્મીઓ હેરાન પરેશાન થઈ ગયા છે.

સરદારનગર,  કુબેરનગર,  છારાનગર વિસ્તાર પહેલા સરદારનગર પોલીસ સ્ટેશનમાં આવતો હતો. પરંતુ એરપોર્ટ પર વિદેશીઓ આવતા તે લોકોને પોલીસનો સંપર્ક સાધવો હોય તો મુશ્કેલી પડતી હતી. જેથી એરપોર્ટ કેમ્પસમાં જ એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. જેમાં અમુક ભાગ કોન્ક્રિટનો છે, જ્યારે અમુક ભાગ ફાયબરના ડોમનો બનાવેલો છે. ખાસ પીઆઇની ચેમ્બર અને ઇન્વેસ્ટિગેશન રૂમ ફાયબરના ડોમમાં ઊભા કર્યા છે. ત્યારે હવે આ જ ઓફિસમાં ખાડો પડતા પોલીસકર્મીઓ હેરાન થઈ ગયા છે.

દિવસ રાત ખડેપગે રહેતા પોલીસકર્મીઓ કેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે હવે ઉચ્ચ અધિકારીઓએ જોવાનું છે.  આ ખાડો પડતા જ જીવના જોખમે પોલીસકર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અત્યંત ખરાબ પરિસ્થિતિમાં પોલીસ જવાન કામ કરી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં પડેલા ખાડાથી બચવા લાકડાના પાટિયા લગાવી પોલીસે પોતાનું કામ ચાલુ રાખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.