Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ આયોજિત રમતોત્સવ 2025 નો ગાંધીનગરમાં શનિવારે રાત્રે પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ પોતે પણ આ રમતોત્સવમાં ક્રિકેટ રમતમાં બેટિંગ કરવાનો આનંદ લીધો હતો.તેમણે આ રમતોત્સવ માં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જન મેદનીનું અભિવાદન ઝીલ્યું હતું.
રમતોત્સવના આયોજક ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન, મેયર શ્રીમતી મીરાં બહેન પટેલ,રાજ્યસભા સાંસદ શ્રી મયંક નાયક , જિલ્લાના ધારાસભ્યો ગાંધીનગર શહેર ભાજપના શ્રી રુચિર ભટ્ટ અને સંગઠન પદાધિકારીઓ આ રમતોત્સવના ઉદઘાટન માં જોડાયા હતા.
આ પણ વાંચો:જામનગરમાં યુવાન વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયો, કર્યો આપઘાતનો પ્રયાસ
આ પણ વાંચો:અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને વેપારીનો આપઘાત
