રાજ્યભરમાં કોરોનાનો કહેર વકરી રહ્યો છે. અન્ય શહેરોની સરખામણીએ વડોદરામાં છેલ્લા બે દિવસમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટીવ દર્દીઓને પુરતી સારવાર મળે તે માટે સમરસ સહિત અન્ય કોવિડ સેન્ટરો ઉભા કરવામાં આવ્યાં છે. તેવામાં આજ મોડી રાત્રે સમરસ કોવિડ હોસ્પિટલના એક રૂમમાંથી પસાર થતી ઓક્સિજન લાઇનમાં લીકેજ થતાં ભારે દોડધામ મચી હતી. જોકે ફાયર બ્રીગેડના જવાનોએ સમયસુચસક્તા વાપરી તાત્કાલીક સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.
સમરસ કોવિડ સેન્ટરમાં સામાન્ય લિકેજની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. ત્રીજા માળે એક રૂમમાં ઓક્સિજન લિકેજની ઘટના ઘટી હતી જે બાદ તાત્કાલિક અસરથી લિકેજ બંધ કરી લાઈન રિપેર કરવામાં આવી અને જે રૂમમાં લિકેજ હતું, ત્યાંથી દર્દીઓને અન્ય રૂમમાં લઇ જવાયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી હતી. OSD ડૉ.વિનોદ રાવ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો :ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ
લીકેજ સર્જાતા હોસ્પિટલમાં ખડેપગ રહેલા તબીબો અને નર્સીંગ સ્ટાફ દોડતો થયો હતો. હોસ્પિટલની બહાર તૈનાત ફાયર બ્રીગેડના સ્ટાફ પાસે મોડી રાત્રે અચાનક બે નર્સો દોડતી આવી અને કહ્યું જલ્દી ચલો ઉપર બુમાબુમ થઇ રહીં છે. નર્સે આટલું જ કહેતા ફરજ પર હાજર ફાયર બ્રીગેડના બે જવાનોને તાત્કાલીક ત્રીજા માળે દોડી ગયા હતા. જ્યાં રૂમ નં-304માં ઓક્સિજન લાઇનમાં લીકેજ સર્જાતા તાત્કાલીક ધોરણે દર્દીઓને અન્ય રૂમમાં શીફ્ટ કરવામા આવ્યાં હતા.
આ પણ વાંચો :વલસાડની દીકરી મેથ્સગર્લ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં અનેક દેશોના સ્પર્ધકોને હરાવી આવી 3જા ક્રમે
સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે સોમરસ હોસ્પિટલમાં ઓક્સિજનનું માઇનોર લીકેજ હતું અને ત્યાં પહોંચેલી ટીમે મરામત કરી દીધી હતી. કોઈ પરેશાની જેવી બાબત નથી. ઘટનાના પગલે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર દોડી જઇ કામગીરી હાથ ધરી હતી. કોરોનાના 5 પેશન્ટોને બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :આઠ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રી કર્ફ્યુ ૧૮મી મે સુધી લંબાવાયો, તમામ નિયંત્રણો રહેશે યથાવત.

