Not Set/ પોરબંદર અને દીવ માટે સેનાની 12 ટીમ બચાવકાર્ય માટે તૈયાર

તાઉતે  વાવાઝોડું હવે  ગણતરીની કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. જેમાં  જાફરબાદમાં વાવાઝોડાની તોફાની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે.  વાવાઝોડાને લઈને ઇન્ડિયન આર્મી મેદાને આવી છે.  જેમાં જામનગરના આર્મી સ્ટેશનથી 12 ટીમ રવાના કરાઇ છે. વાવાઝોડાના પગલે બચાવ અને રાહત કામગીરી માટેની સાધન સામગ્રી સાથે આર્મીની ટીમ તૈયાર થઇ છે. […]

Top Stories Gujarat

તાઉતે  વાવાઝોડું હવે  ગણતરીની કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. જેમાં  જાફરબાદમાં વાવાઝોડાની તોફાની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે.  વાવાઝોડાને લઈને ઇન્ડિયન આર્મી મેદાને આવી છે.  જેમાં જામનગરના આર્મી સ્ટેશનથી 12 ટીમ રવાના કરાઇ છે. વાવાઝોડાના પગલે બચાવ અને રાહત કામગીરી માટેની સાધન સામગ્રી સાથે આર્મીની ટીમ તૈયાર થઇ છે. આ આર્મીની ટુકડીઓની ટીમ પોરબંદર અને દિવ ખાતે રાહત અને કામગીરીમાં  જોડાશે..

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાનું હવે  કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની લગભગ કુલ 180 ટીમોને સજ્જ કરાઇ છે. જેમાં એન્જીનીયર ટાસ્ક ફોર્સ કોવિડ પ્રોટોકોલ્સના આધારે લોકોને સહાય અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.

તાઉતે  વાવાઝોડાની  મોટાભાગની અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં  જોવા મળશે. જેથી આર્મીની ટીમ મોટાભાગે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે આર્મીની 60 ટીમે સુસજ્જ રખાઇ છે. જેમાં દરેક ટીમમાં 6 જવાનો કાર્યરત રહેશે. જે દીવ અને પોરબંદર સહિતના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરશે. આ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં વાવાઝોડાની અસર વર્તાશે. જેને અનુસંધાને પણ બાકીની આર્મીની ટુકડીઓ સુસજ્જ કરાઇ છે.વના દરિયામાં કરંટ વધતા ત્રણ મીટર ઉંચા  મોજા ઉછળ્યા હતા. બ્લુ ફ્લેગ બીચને ભારે નુકસાનની સંભાવના છે.