Ahmedabad News/ અમદાવાદમાં ગેરકાયદે રહેતી બે વિદેશી મહિલાઓ ઝડપાઈ

બે વિદેશી મહિલા (Foreign Women)નાગરિકોના પાસપોર્ટ અને વિઝાની તપાસ કરતાં જાણવા મળ્યું કે બંનેના વિઝાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

Gujarat Ahmedabad
ચાંદખેડા પોલીસે બે વિદેશી મહિલા (Foreign Women)નાગરિકોને ડિટેઇન કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)શહેરમાં વિઝાની મુદત પૂર્ણ થયા બાદ પણ ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ચાંદખેડા પોલીસે બે વિદેશી મહિલા (Foreign Women)નાગરિકોને ડિટેઇન કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પોલીસ કમિશનર, ઝોન-2 તથા ‘પી’ ડિવિઝનના અધિકારીઓની સૂચના અનુસાર ચાંદખેડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બ્યુરો ઓફ ઇમિગ્રેશન (FRRO) તરફથી પ્રાપ્ત માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી.

વિદેશી મહિલા (Foreign Women)નાગરિકોના વિઝાની મુદત પુરૂ થઈ ગઈ હતી

તપાસ દરમિયાન ચાંદખેડા વિસ્તારમાં આવેલી દેવ પેલેસ હોટલ અને ગ્રીન ટ્રી હોટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે વિદેશી મહિલા (Foreign Women)નાગરિકોના પાસપોર્ટ અને વિઝાની તપાસ કરતાં જાણવા મળ્યું કે બંનેના વિઝાની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા.

ડિટેઇન કરાયેલી મહિલાઓમાં 29 વર્ષીય તાન્ઝાનિયાની રહેવાસી હેલેના ડોનાલ્ડ ન્યાગાલુ અને 41 વર્ષીય કેન્યાની રહેવાસી મેગડેલાઇન એનડુતા કિન્યાન્જુઇનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસ બાદ બંને મહિલાઓને ફોરેનર્સ એક્ટની કલમ 3(2) હેઠળ ડિટેઇન કરવામાં આવી છે અને તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં વિઝાની શરતોનું ઉલ્લંઘન કરીને રહેતા વિદેશી નાગરિકો સામે આગામી દિવસોમાં પણ સતત ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રહેશે.


આ પણ વાંચો : રાજકોટમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ સામે પોલીસ એક્શન

આ પણ વાંચો : અમદાવાદમાં 50 બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનો ઘટસ્ફોટ: સુરક્ષા એજન્સી

આ પણ વાંચો : દિલ્હીમાં 15 વિદેશી નાગરિકોની ધરપકડ, ફક્ત બાંગ્લાદેશી જ નહીં પણ આ દેશોના પણ લોકો