Not Set/ ધ્રાંગધ્રામાં ધોળા દિવસે થયેલી ચોરીનાં આરોપીઓ મુદ્દામાલ સાથે ગણતરીનાં કલાકોમાં ઝડપાયા

જો કે બાદમાં આ બંને શખ્સોની આગવી ઢબે પુછપરછ કરાતા બંને ભાંગી પડ્યા હતા. આ મુદ્દામાલ એક બંધ મકાનમાંથી ચોરી કરી છળકપટથી લાવ્યા હતા.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં બનેલા મિલ્કત સંબંધી ગુન્હાઓમાં વણ શોધાયેલા ગુન્હાઓ શોધી કાઢવાની અપાયેલી સુચનાઓ અંતર્ગત ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોડ દ્વારા ધ્રાંગધ્રા સીટીમાં ધોળા દિવસે બનેલી ઘટના અંગે પેટ્રોલીંગમાં હતા, ત્યારે સ્કવોડનાં એએસઆઇ બી.આર.પરમાર અને મયુરભાઇ ચાવડાને વાલબાઇની જગ્યા પાસે બે ઇસમો શંકાસ્પદ હાલતમાં નીકળતા તેઓની સઘન પુછપરછ કરતા એમની પાસે રહેલા બે મીણીયાનાં થેલા ચેક કરતા તેમાંથી એક પ્રિન્ટર મશીન, એક ગ્રાઇન્ડર મશીન તથા 20 ટ્રોફી (શીલ્ડ) મળી આવ્યા હતા.

બ્લેક ફંગસ: કોરોનાની સાથે નવી આફત, દાદરા નગર હવેલીમાં પણ બ્લેક ફંગસનો પગપેસારો,નોંધાયા 4 દર્દી

જો કે બાદમાં આ બંને શખ્સોની આગવી ઢબે પુછપરછ કરાતા બંને ભાંગી પડ્યા હતા. આ મુદ્દામાલ એક બંધ મકાનમાંથી ચોરી કરી છળકપટથી લાવ્યા હતા. જેમાં એક HP પ્રિન્ટર મશીન કિંમત રૂ. 2000, એક મકીતા કંપનીનું ગ્રાઇન્ડર મશીન કિંમત રૂ. 2000 અને અલગ-અલગ શીલ્ડ (ટ્રોફી) કિંમત રૂ. 2000 મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 6000 સાથે આરોપી નવઘણભાઇ પોપટભાઇ દેવીપૂજક ( ઉંમર વર્ષ 21 ) રહે- ધ્રાંગધ્રા અને ચેતનભાઇ નાનુભાઇ દેવીપૂજક ( ઉંમર વર્ષ- 19 ) રહે-ધ્રાંગધ્રાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બંને રીઢા ચોર આરોપીઓએ અગાઉ ધ્રાંગધ્રા રાજમહેલમાં ચોરી, વઢવાણ રાજમહેલમાં ચોરી અને ધ્રાંગધ્રા તાલુકાનાં હરીપર ગામે દીવા દાંડીમાંથી બેટરી ચોરી કેસમાં પણ સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતુ.