બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી કે રાજ્ય સરકારે 4,08,053 કરોડ રૂપિયાનું બજેટ મૂક્યું છે, જેમાં લગભગ 8 ટકા વધારો નોંધાયો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં જીએસટી કરદાતાઓની સંખ્યા વધીને 13.69 લાખ થઈ છે. વર્ષ 2026-27 માટે અંદાજે 1184 કરોડ રૂપિયાનું સરપ્લસ રહેવાની શક્યતા છે.
ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે 5 ટકા સુધી રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે અંદાજે 210 કરોડ રૂપિયાની રાહત નાગરિકોને મળશે. નાણામંત્રીએ કહ્યું કે ગુજરાતનું દેવું નિયંત્રિત મર્યાદામાં છે અને કુલ દેવું 14.65 ટકા છે, જે ફિસ્કલ લિમિટમાં આવે છે. રાજ્યનું મોટાભાગનું દેવું 5.5 ટકા વ્યાજ દરે લેવાયેલું હોવાથી તે સસ્તુ ગણાય છે.
તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતનો રાષ્ટ્રીય જીડીપીમાં મહત્વપૂર્ણ ફાળો છે અને માથાદીઠ આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2021-22માં માથાદીઠ આવક 2.31 લાખ રૂપિયા હતી, જે 2023-24માં વધીને લગભગ 3 લાખ રૂપિયા થઈ છે.
Gujarat Budget 2026: કોંગ્રેસની પ્રતિક્રિયા
બજેટ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો કે લોકોની અપેક્ષાઓ મુજબ બજેટ રજૂ થયું નથી. તેમણે જણાવ્યું કે બજેટ વર્તમાન પરિસ્થિતિની વાસ્તવિકતા સાથે બંધબેસતું નથી અને માત્ર જાહેરાતો પૂરતું છે. જોકે સરકાર તરફથી યુવાનો માટે 3 હજાર જનરક્ષક ભરતી તથા મહેસૂલી કચેરીઓમાં 1546 નવી જગ્યાઓ ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
Gujarat Budget 2026: રાજ્યની આવક ક્યાંથી આવશે
-
કેન્દ્રીય કરોમાંથી 14.2 ટકા
-
બિન કરવેરા આવકમાંથી 7.4 ટકા
-
રાજ્ય કરોમાંથી 20.8 ટકા
-
જીએસટીમાંથી 19.8 ટકા
-
જનતા પાસેથી 2.5 ટકા
-
લોન અને એડવાન્સની વસૂલાતમાંથી 5.7 ટકા
Gujarat Budget 2026: ખર્ચ ક્યાં થશે
-
બિન વિકાસલક્ષી ખર્ચ 22 ટકા
-
વિકાસલક્ષી ખર્ચ 64.9 ટકા
-
જાહેર દેવાની ચુકવણી 10.7 ટકા
-
લોન અને એડવાન્સ 1.7 ટકા
-
નેટ ટ્રાન્ઝેક્શન 0.3 ટકા
Gujarat Budget 2026: વિભાગવાર ખર્ચ ફાળવણી
-
શિક્ષણ અને રમતગમત માટે 20 ટકા
-
કૃષિ અને સિંચાઈ માટે 17 ટકા
-
ઉર્જા, ઉદ્યોગ અને ખાણ ક્ષેત્રે 10 ટકા
-
હાઉસિંગ અને અર્બન ડેવલોપમેન્ટ માટે 17 ટકા
-
આરોગ્ય માટે 19 ટકા
આ પણ વાંચો:ગુજરાત બજેટ 2026: અંબાજીથી સોમનાથ સુધી પ્રવાસન વિકાસની મહાયોજનાઓ
આ પણ વાંચો:ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ
આ પણ વાંચો:ગુજરાત બજેટ 2026-27: ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ માટે 5 મોટી જાહેરાતો
