Gujarat News/ ગુજરાત બજેટ 2026: અંબાજીથી સોમનાથ સુધી પ્રવાસન વિકાસની મહાયોજનાઓ

ગુજરાત બજેટ 2026માં (Gujarat Budget 2026) રાજ્યના ધાર્મિક અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે સરકારે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. અંબાજી કોરિડોર, સોમનાથ બસ પોર્ટ, દાહોદ એરપોર્ટ સહિત અનેક મેગા પ્રોજેક્ટ્સ માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાઓથી શ્રદ્ધાળુઓને સુવિધા મળશે તેમજ પ્રવાસન અને અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.

Gujarat Top Stories Others Breaking News
Gujarat Budget 2026

Gujarat Budget 2026: ગુજરાત સરકારે રાજ્યના મુખ્ય ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે બજેટ 2026માં મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. શ્રદ્ધાળુઓની સુવિધા, પ્રવાસન વૃદ્ધિ અને આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને અંબાજી, સોમનાથ, લોથલ સહિત અનેક સ્થળોના વિકાસ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat Budget 2026: અંબાજી કોરિડોર માટે 300 કરોડનું માસ્ટરપ્લાન

શક્તિપીઠ અંબાજીમાં ભક્તોની સુવિધા વધારવા અને મંદિર વિસ્તારને આધુનિક અને ભવ્ય બનાવવા માટે ₹300 કરોડના ખર્ચે અંબાજી કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ છે. કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મહાકાલ કોરિડોરની જેમ અંબાજીમાં પણ વિશાળ વિકાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે.

Gujarat Budget 2026
Gujarat Budget 2026

Gujarat Budget 2026: સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશન  ₹447 કરોડની ફાળવણી

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં યાત્રિકો માટે મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે, તેમજ સોમનાથ અને અંબાજીમાં આધુનિક બસ પોર્ટ માટે ₹447 કરોડની જોગવાઈ કરાઈ છે. સાથે જ, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માટે ₹20 કરોડ ફાળવાયા છે.

દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને અન્ય એરપોર્ટ વિસ્તરણ

દાહોદમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસની જાહેરાત સાથે પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વરના એરપોર્ટ વિસ્તરણ માટે ₹95 કરોડ ફાળવાશે. આ યોજનાઓથી પ્રવાસન અને વેપાર ક્ષેત્રને મોટો પ્રોત્સાહન મળશે.

 

શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ

  • મેળા અને પરિક્રમા સુવિધા: ગિરનાર મહાશિવરાત્રી મેળા અને મા નર્મદા પરિક્રમા માર્ગ પર યાત્રિકો માટે પાયાની સુવિધાઓ માટે ₹20 કરોડ ખર્ચાશે.
  • પ્રમુખ આસ્થાકેન્દ્રોનો વિકાસ: દ્વારકા, ડાકોર અને માતાના મઢ ખાતે પ્રવાસી સુવિધાઓ વધારાશે.
  • લોથલ હેરિટેજ ટૂરિઝમ: લોથલ ખાતે PPP મોડલ હેઠળ નવી ટૂરિઝમ ટ્રંક ફેસિલિટી વિકસાવવામાં આવશે.
  • બીચ ટુરિઝમ: સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદર વિસ્તારના વિકાસ માટે ₹60 કરોડ ફાળવાયા છે.

 

‘વેડ ઇન ગુજરાત’ અભિયાન લગ્ન માટે ગુજરાત નવી ડેસ્ટિનેશન

રાજ્ય સરકારે ગુજરાતને લગ્ન માટે લોકપ્રિય ડેસ્ટિનેશન બનાવવા માટે ‘વેડ ઇન ગુજરાત’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પહેલથી પ્રવાસન ઉદ્યોગમાં રોજગારની નવી તકો ઊભી થશે.


આ પણ વાંચો:પરિણીત યુવકે હિંદુ NRI મહિલાને પ્રેમજાળમાં ફસાવી 60 લાખની ઠગાઈ

આ પણ વાંચો:હરિજના રોડા ગામે સોલાર કંપનીની બેદરકારી બાદ ખેડૂતને ન્યાય

આ પણ વાંચો:દાહોદ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી, સરકાર પાસે સહાયની રજૂઆત