Dang News/ “જન આક્રોશ” યાત્રામાં અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર, ભ્રષ્ટાચાર મુદ્દે સરકારને ઘેરી

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ડાંગમાં Jan Akrosh Yatra દરમિયાન ભાજપ સરકાર પર આદિવાસીઓના અધિકારો છીનવવાનો અને ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો.

Gujarat Others Trending
Amit Chavda Jan Akrosh Yatra Dang

Amit Chavda Jan Akrosh Yatra Dang: ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત “જન આક્રોશ” યાત્રા ચોથા દિવસે નવસારી જિલ્લામાંથી પસાર થઈને ડાંગ જિલ્લામાં પ્રવેશી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચાર મામલે આકરા પ્રહારો કર્યા હતા.

Amit Chavda Jan Akrosh Yatra Dang

આદિવાસીઓના અધિકારોનું હનન કરવાનો આક્ષેપ

અમિત ચાવડાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વિકાસના બહાને આદિવાસીઓને તેમના જળ, જંગલ અને જમીનના મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ સરકાર દ્વારા લાવવામાં આવેલા વન અધિકાર કાયદાના અમલીકરણમાં 20 વર્ષ પછી પણ અનેક આદિવાસીઓના દાવાઓ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, તેમણે “નલ સે જલ” અને “મનરેગા” જેવી યોજનાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્તરે રોજગારી ન મળવાને કારણે આદિવાસી યુવાનોને અન્ય રાજ્યોમાં મજૂરી માટે સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.

Jan Akrosh Yatra: જનતાનો આક્રોશ બહાર આવ્યો

જેમ જેમ આ યાત્રા ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આગળ વધી રહી છે, તેમ તેમ સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. અમિત ચાવડાના મતે, લોકો હવે ખુલીને સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર અને ભાજપના શાસનમાં થઈ રહેલી ‘ઉઘાડી લૂંટ’ વિશે બોલી રહ્યા છે.

આ યાત્રા દ્વારા કોંગ્રેસ આગામી સમયમાં આદિવાસીઓના પ્રશ્નોને વધુ પ્રખર રીતે ઉઠાવશે તેવા સંકેતો પ્રદેશ પ્રમુખે આપ્યા હતા.


આ પણ વાંચો: જન આક્રોશ રેલીમાં જ આક્રોશ, વડોદરામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ આમને સામને

આ પણ વાંચો: રાજકોટ ખાતે “જન આક્રોશ સભાનું” આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે દહેગામ ખાતે “જન આક્રોશ સભા”નું આયોજન કરવામાં આવ્યું…