SGST Raids/ રાજ્યભરના 40 કોચિંગ ક્લાસ પર GST વિભાગના દરોડા, કરચોરીની તપાસ કરાઈ

અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, સહિતના વિવિધ શહેરોમાં GST ના દરોડા, વિદ્યાર્થીઓની સંખ્યા છુપાવી કરચોરી કરવાનો આરોપ

Top Stories Gujarat Breaking News

રાજ્યના અનેક શહેરોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા 40થી વધુ કોચિંગ ક્લાસ પર ગુજરાત સ્ટેટ જીએસટી(GST) વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ, અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત, જુનાગઢ, ભાવનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા 40 કોચિંગ કલાસિસ પર સ્ટેટ જીએસટી(SGST)ના દરોડા પડ્યા છે. સંચાલકો વિધાર્થીઓની ઓછી સંખ્યા દર્શાવી કરચોરી કરતા હોય તપાસ હાથ ધરી છે.

જીએસટી(GST) વિભાગને મળેલી ફરિયાદોના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ફરિયાદોમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, કોચિંગ ક્લાસના સંચાલકો વિદ્યાર્થીઓની સંખ્યા છુપાવીને કરચોરી કરી રહ્યા છે. કોચિંગ ક્લાસ પર 18% GST લાગુ હોય છે, પરંતુ ઘણા સંચાલકો ઓછા વિદ્યાર્થીઓ હોવાનું દર્શાવીને ઓછું GST જમા કરાવતા હતા.

રાજકોટમાં આઈસીઈ અને આકાશવાણી ચોકમાં ચિરાગભાઈના ક્લાસ સહિત અનેક કોચિંગ સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અન્ય શહેરોમાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટી(GST) વિભાગ દ્વારા આ તમામ કોચિંગ ક્લાસની તપાસ કરવામાં આવી રહી છે અને કરચોરી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેશમાં ડિસેમ્બરમાં GST કલેક્શનમાં 7.3 ટકાની વૃદ્ધિ, જે રૂ. 1.77 લાખ કરોડ સુધી પહોંચી

આ પણ વાંચો: GST અધિકારીની દાદાગીરી, કેસ દાખલ ના કરવા મોબાઈલના વેપારી પાસેથી 27 લાખની કરી માંગણી

આ પણ વાંચો: મિલકત ખરીદનારને ઝટકોઃ ચાર્જેબલ FSI પર 18% GST, Credai એ FSI પરના નિર્ણયનો કર્યો વિરોધ