Junagadh News/ પાટીદાર સમાજે સુધારાની પહેલ કરી, ખોટા ખર્ચા પર અંકુશ લાવવા નિર્ણય

લેઉવા પટેલ સમાજ જ્ઞાતિની સમુહ બેઠક મળી હતી, જેમાં લગ્ન-મરણ જેવા રિવાજોમાં ખોટો ખર્ચ અટકાવવા નિર્ણયો લેવામાં આવ્યા.

Gujarat Others Breaking News

જુનાગઢમાં લેઉવા પટેલ સમાજે સમાજ સુધારણા માટે નવો માર્ગ અપનાવ્યો છે. જુનાગઢમાં યોજાયેલી બેઠકમાં સમાજના અગ્રણીઓએ લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં થતા અતિશય ખર્ચને ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ સાથે સમાજ ભવન અને પાર્ટી પ્લોટનું નિર્માણ કરવાનો પણ સંકલ્પ લેવાયો છે.

ગુજરાતના અનેક શહેર-જિલ્લાના પાટીદાર સમાજોએ ખોટા કુરિવાજો દૂર કરવા કમર કસી છે. આ માટે હવે સમાજના રીતિરિવાજોમાં બદલાવ લાવવામાં આવ્યો છે. બેઠકમાં જ્ઞાતિ અગ્રણીઓએ જ્ઞાતિ સમાજ ભવન અને સામાજીક કાર્યો માટે પાર્ટી પ્લોટનું નિર્માણ કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. જેમાં લગ્ન, મરણ જેવા પ્રસંગોમાં પૈસાનો ખોટો ખર્ચ ઘટાડવા પર ચર્ચા કરાઈ સાથોસાથ નાણાંનો વ્યય અટકાવો જોઈએ. તેને બદલે આવી રકમનો શિક્ષણ પાછળ ખર્ચ કરવો જોઈએ. આવી પહેલ લેઉવા પટેલ સમાજના અગ્રણીઓએ કરી છે.

સમાજના આગેવાનોનું માનવું છે કે, આવી પહેલથી સમાજમાં સકારાત્મક ફેરફારો આવશે અને બચત થયેલા નાણાંનો ઉપયોગ શિક્ષણ જેવા ઉત્તમ કાર્યો માટે કરી શકાશે. સમાજના સભ્યોને શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગુજરાતના અન્ય પાટીદાર સમાજોને પણ પ્રેરણા મળવાની સંભાવના છે. સમાજ સુધારણાના આ કાર્યમાં સમાજના તમામ સભ્યોને સક્રિય ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લેઉવા પટેલ સમાજની બેઠક, જાણો શું કહ્યું નરેશ પટેલે ?

આ પણ વાંચો: 19 માર્ચે જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં લેઉવા પટેલ સમાજની યોજાશે બેઠક… બે વર્ષ બાદ યોજાતી બેઠકમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ થશે સામેલ

આ પણ વાંચો: અમદાવાદ શહેર જિલ્લાના કન્વીનર તરીકે લેઉવા પટેલ સમાજના આગેવાન ડો. સુરેશભાઈ પટેલની વરણી