રાજકોટમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયા નેતૃત્વના લેઉવા પટેલ સમાજ આજે બેઠક મળી હતી. ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલ સહિત ના ટ્રસ્ટીઓ હાજરીમાં બે વર્ષ બાદ લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠક અંગે જયેશ રાદડિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી બેઠક ના એજન્ડા જાહેર કરવામાં આવ્યા હતા.
સાંજે 5 વાગ્યાની આસ પાસ ચાલુ થયેલી આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ, જયેશ રાદડિયા, પરેશ ગજેરા, હંસરાજ ગજેરા, ડી.કે.સખીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક પૂર્વે પૂર્વે નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી.
આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું હતું કે આગામી 20 થી 30 માર્ચ સુધીમાં હું મારો નિર્ણય જાહેર કરીશ. ગુજરાત ભાજપ અધ્યક્ષ સાથે મારે રેગ્યુલર વાતચીત થતી રહે છે. હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યો હતો. સમાજ ખૂબ જ મોટો છે તમામ ની સલાહ લઈને હું રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તે અંગે નિર્ણય લઈશ.જો કે સીધા રાજકારણમાં જોડવા અંગે તેમને કોઈ સ્પષ્ટતા કરી નથી.
રાજકીય / કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ જોડાશે ‘આપ’માં ?
પંજાબ / પંજાબ કેબિનેટની પહેલી બેઠકમાં મોટો નિર્ણય, સરકાર આપશે 25000 સરકારી નોકરી
National / જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા બે દિવસની મુલાકાતે ભારત આવ્યા, પીએમ મોદીને મળ્યા
