Gandhinagar News/ ‘મારું શહેર, સ્વચ્છ શહેર : સ્વચ્છતા ક્ષેત્રે ગાંધીનગર મહાનગરપાલિકાને 3થી 10લાખ વસ્તી શ્રેણીમાં પ્રથમ ક્રમાંક:1.25 કરોડની ઈનામ રાશી

ગાંધીનગરને આ સિદ્ધિ બદલ ઇનામ તરીકે રૂ. 1.25 કરોડ પ્રાપ્ત થયા છે

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગર મહાનગરપાલિકાએ ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી ‘નિર્મળ ગુજરાત 2.0’ અભિયાન હેઠળ 3 લાખથી 10 લાખની વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓની શ્રેણીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવીને સ્વચ્છતાના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજરોજ યોજાયેલ સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરને આ સિદ્ધિ બદલ ઇનામ તરીકે રૂ. 1.25 કરોડ પ્રાપ્ત થયા છે. આ એવોર્ડ શહેરની સ્વચ્છતા અને નાગરિક સુવિધાઓને વધુ બહેતર બનાવવા માટેના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે.ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ભાગરૂપે, રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અભિયાન હેઠળ ‘મારું શહેર, સ્વચ્છ શહેર’ ત્રિમાસિક પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્વચ્છતા સંદર્ભે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરવાનો અને સ્વચ્છતાના ધોરણો જાળવવાનો છે. આ પ્રતિયોગિતાના મૂલ્યાંકન માટે, સ્વચ્છ સર્વેક્ષણના તમામ નિર્ધારિત ઘટકોના આધારે, નિયુક્ત કરાયેલ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા દર ત્રણ મહિને મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં નાગરિકોના પ્રતિભાવો (Citizen Feedback) ને પણ મહત્વ આપવામાં આવ્યું હતું.

થર્ડ પાર્ટી એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલ ત્રિમાસિક રિપોર્ટ્સની રાજ્ય કક્ષાએથી ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી, જેના આધારે આજના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, ગંદકી નિવારણ, અને જાહેર સ્વચ્છતા જાળવવા માટે અપનાવવામાં આવેલ અસરકારક નીતિઓ અને નાગરિકોના સહયોગને કારણે આ નોંધપાત્ર સફળતા મળી છે.

10 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવીને ગાંધીનગરે સ્વચ્છતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે. મહાનગરપાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં આધુનિક ટેક્નોલોજી અપનાવી છે, જેના દ્વારા કચરાનું 100% ડોર-ટુ-ડોર કલેક્શન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રોસેસિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સઘન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેના પરિણામે નાગરિકો દ્વારા કચરાનું સોર્સ સેગ્રીગેશન (કચરાનું અલગ-અલગ વર્ગીકરણ) વધારવામાં આવ્યું છે.શેરીઓ, જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારોની નિયમિત સફાઈ અને જાળવણી માટે સંકલિત સ્વચ્છતા પહેલ અને નિયમિત ઝુંબેશોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કચરાના ડમ્પિંગ સ્ટેશનોના આધુનિકીકરણ અને નવા સ્વચ્છતા સાધનોની ખરીદી દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂતીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  Gujarat News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું સ્વદેશી અભિયાનને સમર્થન

આ પણ વાંચો: Gujarat News/ભાજપે શરૂ કર્યું ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’, સ્વદેશી અપનાવવા આહ્વાન

આ પણ વાંચો: Gujarat Weatehr/27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પડી શકે છે ભારે વરસાદ, આ જિલ્લામાં પડી શકે છે વરસાદ