Gujarat Weatehr/ 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પડી શકે છે ભારે વરસાદ, આ જિલ્લામાં પડી શકે છે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરી છે.

Gujarat
Both heat and rain in the state Ambalal

રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે, અંબાલાલ પટેલનું કહેવું છે કે, રાજયમાં ગરમીનો પારો પણ વધશે અને ઓકટોબર મહિનામાં ચોમાસુ વિદાય લઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે, જેમાં તેમનું અનુમાન છે કે, 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદ પડશે અને ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને ભરુચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લામાં પડી શકે છે વરસાદ : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, જૂનાગઢ, અમરેલી, બોટાદ, મહુવા, રાજકોટ, જામનગર, મધ્ય,ઉત્તર, પૂર્વ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સમી, હારીજ, કલોલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ઓક્ટોબરમાં નવી વરસાદી સિસ્ટમ બનતા વરસાદ પડી શકે છે અને ઉ.ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચશે.

બંગાળના ઉપસાગરમાં વરસાદની નવી સિસ્ટમ બનશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે, દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે. વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમકે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે.

26 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સિવાય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે સાથે ભારે વરસાદના કારણે તાપી, નર્મદા અને સાબરમતી નદીમાં જળસ્તર વધશે અને ખેડૂતો વરસાદમાં વાવેતર કરશે તો તેમને પણ પાક સારો મળી શકશે.
______________________________________________________________________________________________________

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Mahesana News/મહેસાણા GIDC ફેક્ટરીમાંથી બાળ શ્રમિકો મળ્યા, માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો: Mahesana News/મહેસાણા ઊંઝા APMCમાં ચેરમેન ચૂંટણી આજે, ભાજપના જૂથબંધી વચ્ચે દિનેશ પટેલ દાવેદાર

આ પણ વાંચો: Vadodara News/વડોદરા હરણી બોટકાંડ, આરોપી પરેશ શાહે ભંગી શરતી જામીન, કોર્ટનો કડક દંડ!