@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદ શહેરમાં તાળા-ચાવી રીપેરીંગનાં નામે અલગ-અલગ સોસાયટીઓમાં ફરીને બંધ મકાનની દિવસના સમયે રેકી કરી રાત્રિના સમયે તે મકાનમાં ઘરફોડ ચોરી કરતા યુવકની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
Ahmedabad: સરખેજ પોલીસે પકડેલી લાખોની નકલી નોટો MP થી આવી હોવાનું SOG ની તપાસમાં થયો ખુલાસો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેઓને બાતમી મળી હતી કે એક યુવક ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના વેચવા માટે અમરાઈવાડી વિસ્તારમાં આવી રહ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી અમરાઈવાડીમાં શિવાનંદનગર શાકમાર્કેટ પાસે રોડ પરથી અશોકસિંગ શીખ નામના યુવકને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી અલગ અલગ ડિઝાઈનની સોનાની 3 ચેન, બુટ્ટી સહિત ૭૫ હજારથી વધુની કિંમતના દાગીના ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની પૂછપરછ કરતા તેણે અમદાવાદ શહેરમાં અમરાઈવાડી, કૃષ્ણનગર, વટવા, રામોલ, ખોખરા અને રાણીપ સહિત દાણીલીમડા, સરદારનગર જેવા અનેક વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
Ahmedabad: સોલા સિવિલમાં ઘોર બેદરકારી, ઓપરેશન ન થતાં દર્દીનાં જીવ જોખમમાં મુકાયા
પોલીસે ચોરની વધુ તપાસ કરતા ખોખરા પોલીસે 2016માં તેને પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલ મોકલેલો તેમજ રાણીપ પોલીસે 2017માં પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલ ખાતે પણ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં અમરાઈવાડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
