સુરત/ જમવાનું બનવાની ના પડતા પતિએ પત્નીનું કાપ્યું ગળું અને પછી કર્યું એવું કે….

પતિ દારૂ પીને આવ્યો હોવાના કારણે પતિ પત્ની વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન પત્નીએ ચિકન બનાવવાની ના પાડી દીધી હતી.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

Surat News: સુરતમાં રસોઈ બનાવવાની ના પાડતા પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું અને ત્યારબાદ પતિએ પોતે પોતાના હાથે જ પોતાનું ગળું કાપી નાખ્યું. હાલ પતિ પત્નીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરતના સચિનમાં બરફ ફેક્ટરી નામના વિસ્તારમાં અમિતકુમાર નામનો વ્યક્તિ તેની પત્ની સાથે રહે છે. અમિતકુમાર અવારનવાર પોતાના ઘરે દારૂ પીને આવતો હોવાના કારણે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારે ગત રાત્રે અમિત દારૂના નશામાં ઘરે એક કિલો ચિકન લઈને આવ્યો હતો અને પત્ની સુમંગાને ચિકન બનાવવા માટે કહ્યું હતું.

પતિ દારૂ પીને આવ્યો હોવાના કારણે પતિ પત્ની વચ્ચે ફરીથી ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન પત્નીએ ચિકન બનાવવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો શાંત થઈ ગયો હતો અને સવારે પછી અમિતે પત્ની સુમંગાને કોઈ પણ પ્રકારનો રોષ રાખ્યા વગર પ્રેમથી બોલાવીને ઘરની અંદર લઈ ગયો હતો અને ત્યારબાદ ઘરનો દરવાજો બંધ કરીને સુમંગાના ગળા પર કોઈ વસ્તુ વડે હુમલો કરી દીધો હતો.

જોકે ગળા પર ઇજા થવાના કારણે સુમંગાએ બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘરનો દરવાજો તોડ્યો હતો અને લોકોને જોઈને અમિતે પણ પોતાનું ગળું કોઈ વસ્તુ વડે કાપી નાખ્યું હતું અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા પતિ પત્નીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને સુમંગાની માતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે અવારનવાર આ બાબતે ઝઘડાઓ થતા હતા. અમિતની દારૂ પીવાની આદતના કારણે તે અવારનવાર સુમંગાને માર મારતો હતો. ગત રાત્રે ઝઘડો થયો હતો તે દરમિયાન પણ સુમંગાને માર માર્યો હતો અને કપાળના ભાગે સુમંગાને ઇજા થઈ હતી. ત્યારબાદ સવારના સમયે અમિત સુમંગાને રૂમમાં લઈ ગયો હતો અને ગળા પર ઇજા કરી હતી અને ત્યારબાદ લોકો આવી જતા અમિતે પણ પોતાનું ગળું કાપી નાખ્યું હતું.



આ પણ વાંચો:કરાર આધારિત કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો:સ્ટાર મેકર એપ વાપરી રહ્યા છો તો થઈ જજો સાવધાન, યુવતી સાથે થયું એવું કે તે જાણીને…

આ પણ વાંચો:11000 સુરક્ષા જવાનો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ વચ્ચે ભારત-પાકની ટક્કર

આ પણ વાંચો:ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા