મોટા સમાચાર/ ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખે તેમજ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ મુજબ 11માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ 10માં પ્રથમ પેપર માતૃભાષાનું રહેશે

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 23 4 ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા
  • ગુજકેટની પરીક્ષાનો ટાઇમ ટેબલ જાહેર
  •  2 એપ્રિલના 2024ના રોજ લેવાશે પરીક્ષા
  •  ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
  •  11 માર્ચથી 22 માર્ચ 2024 દરમ્યાન પરીક્ષા
  •  ધો.12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે

Gandhinagar News:ધો.10 ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ 2024 સુધી ચાલશે છે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જોકે, ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે.  ઘો.10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે. જયારે ધો.12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.27e165fe1f6f7df1cf08cd5878674922169717759276278 original ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

ધોરણ 12 પછીની લેવાતી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024 ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. ભૌતિક વિજ્ઞાન, રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં પરીક્ષાના પ્રશ્નપત્ર આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિવેદનમાં જણાવાયુ છે કે ધોરણ 10 સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારોની માર્ચ 2024ની પરીક્ષા તારીખ 11 માર્ચ 2024થી 26 માર્ચ 2024 દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ WWW.GSEB.org પર મુકવામાં આવેલ છે.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતમાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો