AAP/ ગોપાલ ઈટાલિયાની અટકાયત મામલે પોલીસનું નિવેદન, તેમની સામે કોઈ FIR દાખલ કરી નથી

ઉલ્લેખનીય છે કે મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું હતું કે મહિલા આયોગના વડા તેમને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી…

Top Stories Gujarat
Gopal Italia Arrested

Gopal Italia Arrested: આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને દિલ્હી પોલીસે ત્રણ કલાકની ધરપકડ બાદ છોડી દીધા છે. ગોપાલ ઈટાલિયાએ પીએમ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી જે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આથી ગોપાલ ઈટાલિયા આજે દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. જે બાદ કહેવાય છે કે ગોપાલ ઈટાલિયાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે ઈટાલિયા વિરુદ્ધ કોઈ FIR નોંધવામાં આવી નથી, તેમને કેટલીક માહિતી માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જે બાદ પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને મુક્ત કરી દીધા.

ઉલ્લેખનીય છે કે મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે દિલ્હી ગયેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું હતું કે મહિલા આયોગના વડા તેમને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી રહ્યા છે. મને ધમકી આપવામાં આવી રહી છે અને પોલીસ બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ભાજપ પાટીદારોને નફરત કરે છે પરંતુ હું સરદાર પટેલનો વંશજ છું અને હું જેલથી ડરતો નથી.

જણાવી દઈએ કે ગોપાલ ઈટાલિયાના આ ટ્વિટ બાદ આખી આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ હતી, જે બાદ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કર્યું હતું કે આખી ભાજપ ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડી છે.

આ પણ વાંચો: Gujarat Gaurav Yatra/ ગુજરાતની જનતાએ ભાજપ પર વિશ્વાસ રાખ્યો માટે જ ગુજરાત દેશનું નંબર વન રાજય છે: અમિત શાહ