Political/ કાશ્મીરમાં ભાજપની પ્રથમ જીત, જમ્મુમાં 10 માંથી 6 બેઠકો પર કબજો, અનુરાગે કહ્યુ લોકોનો ભરોસો જીત્યો

જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી) ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતાં. 10 માંથી 6 બેઠકો પર ભાજપની જીત થઈ છે. કાશ્મીરની જિલ્લા વિકાસ

Top Stories India
anurag કાશ્મીરમાં ભાજપની પ્રથમ જીત, જમ્મુમાં 10 માંથી 6 બેઠકો પર કબજો, અનુરાગે કહ્યુ લોકોનો ભરોસો જીત્યો

જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી) ચૂંટણીના પરિણામો સામે આવ્યા હતાં. 10 માંથી 6 બેઠકો પર ભાજપની જીત થઈ છે. કાશ્મીરની જિલ્લા વિકાસ પરિષદની મતગણતરીમાં ભાજપ મજબૂત પ્રદર્શન કરી રહ્યું હતું. કાશ્મીર વિભાગની 140 બેઠકો માટેની ચૂંટણીની ગણતરીમાં 112 બુકર પાર્ટીઓને તો ભાજપની ચિંતન બેઠક ઉપર સરસાઇ પ્રાપ્ત થઈ હતી.

new innings / ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર ચહલની નવી બાજી શરૂ, ધનશ્રી સ…

અહીં ભાજપે જોરદાર પ્રદર્શન કરીને પ્રથમ વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર એજાઝ હુસેને બલહામા શ્રીનગરથી પોતાની જીત નોંધાવી છે. પીપલ્સ અલાયન્સમાં નેશનલ કોન્ફરન્સના મહમુદા નિસારને શોપિયાંમાંથી એક-એક બેઠક, શ્રીનગરથી અપક્ષ ઉમેદવાર શૈસ્તા અસ્લમ અને તેમના જ પક્ષના ઉમેદવાર જીત્યા છે.

hindu temple / વિરોધની વચ્ચે પણ પાકિસ્તાનમાં બનશે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર,…

J&K DDC Results:कौन हैं एजाज हुसैन? कश्मीर में BJP को पहली जीत दिलाई और PK  को दिया तगड़ा जवाब | JnK DDC Elections Results:Who is Aijaz Hussain? BJP  gets first victory in

શ્રીનગરની બેઠક જીત્યા બાદ ભાજપના ઉમેદવાર એજાઝ હુસેને કહ્યું કે તે મોદીજીની નીતિઓની જીત છે. જનતાએ પ્રોપોગેંડા નામંજૂર કરી દીધી છે. તેઓ વિકાસ નીતિઓ પર આગળ વધવા માંગે છે.તેમણે કહ્યું કે આ જીત સાબિત કરે છે કે આવનારા સમયમાં ભાજપ વિકાસના માર્ગ પર વધુ ઝડપથી આગળ વધશે.આ સાથે જ, કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પ્રથમથી જ આશા વ્યક્ત કરી હતી કે જ્યારે પરિણામ આવશે ત્યારે ભાજપ અહીં મોટો વિજય નોંધાવશે. તેમણે કહ્યું કે જનતાએ ભાજપ પર વિશ્વાસ ઠાલવ્યો છે.

Er Aijaz Hussain (@IAmErAijaz) | Twitter

Covid-19 / નવો કોરોના સ્ટ્રેન અત્યંત ખતરનાક, ક્યારે આવ્યો અને ક્યાં-ક્ય…

આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરની જિલ્લા વિકાસ પરિષદની 280 બેઠકોમાંથી 223 બેઠકોના પરિણામ આવ્યા હતા , ભાજપ બેઠકો 70 બેઠકો પર સરસાઈ પ્રાપ્ત કરી હતી., પીપલ્સ એલાયન્સ ફોર ગ્રુપકાર 62 સીટો પર, કોંગ્રેસ 25 અને અન્ય પક્ષો અને અપક્ષો 70 બેઠકો પર આગળ રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…