Vadodara/ એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો માતમ

વડોદરા જિલ્લાના  કરજણ તાલુકાના કોલીયાદ ગામથી દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ પિતરાઈ ભાઈના મોત થયા છે. ત્રણેય બાળકોના ડૂબી જવાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

Top Stories Gujarat Vadodara
a 125 એક જ પરિવારના ત્રણ બાળકોનાં ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો માતમ

વડોદરા જિલ્લાના  કરજણ તાલુકાના કોલીયાદ ગામથી દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ પિતરાઈ ભાઈના મોત થયા છે. ત્રણેય બાળકોના ડૂબી જવાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. ગુમ થયેલા ત્રણેય બાળકોના આજે વહેલી સવારે મૃતદેહ મળી આવ્યા છે. મૃતક ત્રણેય બાળકોની ઉંમર આઠથી 13 વર્ષની વચ્ચે છે. મૃતક બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો રહેવાસી છે. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને ત્રણેય બાળકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે કરજણના સરકારી દવાખાનામાં મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાળકો ગુમ થયા બાદ તેમને શોધવા માટે પરિવારે વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર તેમની તસવીરો સાથે મેસેજ વહેતા કર્યાં હતાં.

મળતી માહિતી પ્રમાણે કોલીયાદ ગામમાં એક જ પરિવારના ત્રણ બાળકો ગઈકાલથી ગુમ થયા હતા. ત્રણેય બાળકો પિતરાઈ ભાઈ છે. બાળકો ગુમ થયા બાદ તેમના પરિવારે શોધખોળ આદરી હતી. જે બાદમાં આજે સવારે ગામના જ તળાવમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. એક સાથે ત્રણ ત્રણ બાળકોનાં મૃતદેહ મળી આવતા ગામમાં શોકનો માહોલ છવાય ગયો હતો. પરિવાર માથે તો જાણે આભ જ ફાટી પડ્યું હતું

આપને જણાવી દઈએ કે, કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં ગૌચર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના 3 ભાઈઓ મધુર સુરેશભાઈ સાનિયા(ઉં.13), ધ્રુવ સુરેશભાઈ સાનિયા(ઉં.10) અને ઉત્તમ સુરેશભાઈ સાનિયા(ઉં.08) મંગળવારે સવારે ગુમ થઈ ગયા હતા, જેને પગલે પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે બાળકો મળ્યાં નહોતાં. આજે સવારે કોલિયાદ ગામના તળાવમાં બાળકોના તરતા મૃતદેહો જોવા મળ્યા હતા, જેથી પરિવારજનો દોડી ગયાં હતાં અને ત્રણેય બાળકના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

ત્રણેય બાળકનાં મોતને પગલે લોકોનાં ટોળેટોળાં તળાવ પાસે એકત્ર થઈ ગયાં હતાં અને કરજણ પોલીસને જાણ કરી હતી, જેથી કરજણ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. પોલીસે બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

ખેડૂત આંદોલન વચ્ચે PM મોદીએ પ્રકાશ સિંહ બાદલને કર્યો ફોન, જાણો શું કરી વાત

વડોદરામાં ટાયરો સળગાવી કોંગી કાર્યકર્તાઓએ હાઇવે પર કર્યો ચક્કકાજામ

ખુશ્બુ ગુજરાત કી ના શૂટિંગ માટે ફરી આવશે ગુજરાત મહાનાયક અમિતાભ બચ્ચન

 મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…