Not Set/ સુરત : સસ્તા અનાજનો દુકાન માલિક છેતરપિંડી કરતા ઝડપાયો

સુરતમાં ડભોલીની અખંડ આનંદ સોસાયટીમાં આવેલા રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુ નાગર પટેલ સામે ફરિયાદ થઈ હતી સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુ નાગર પટેલ સરકારે નક્કી કરેલા વજન કરતાં ઓછું અનાજ આપતો હોવાની અને પૂરતા પૈસા વસૂલવા ઉપરાંત રેશન કાર્ડમાં પણ પૂરતો વજન દર્શાવતો હોવાની ફરિયાદ એસીબીને મળી હતી. એસીબીની ટીમે ગુપ્ત રાહે […]

Top Stories Gujarat
surat fps સુરત : સસ્તા અનાજનો દુકાન માલિક છેતરપિંડી કરતા ઝડપાયો

સુરતમાં ડભોલીની અખંડ આનંદ સોસાયટીમાં આવેલા રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુ નાગર પટેલ સામે ફરિયાદ થઈ હતી સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુ નાગર પટેલ સરકારે નક્કી કરેલા વજન કરતાં ઓછું અનાજ આપતો હોવાની અને પૂરતા પૈસા વસૂલવા ઉપરાંત રેશન કાર્ડમાં પણ પૂરતો વજન દર્શાવતો હોવાની ફરિયાદ એસીબીને મળી હતી.

એસીબીની ટીમે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે આ રીતે જ દુકાનદાર વર્તન કરતો હોવાનું ફલિત થયું હતું. આટલી હકીકત સપાટી પર આવી, એ સાથે જ એસીબીની ટીમે એક ગ્રાહકને તૈયાર કર્યા. એસીબીની ટીમની હાજરીમાં જ એ ગ્રાહકને અનાજ લેવા મોકલ્યા.

ખરેખર સરકારના નિયમ મુજબ 17 કિલો અનાજ આપવાનું થતું હતું તેના બદલે બાબુએ 15 કિલો અનાજ આપ્યું હતું. આખરે એન્ટિ કરપ્શનનો સુરત એકમના ઇનચાર્જ મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલના માર્ગદર્શન તળે પીઆઇ એસ.એર. પટેલે બાબુની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બાબુએ એક ગ્રાહક પાસેથી વસ્તુની સરકારી કિંમત કરતા રૂ. 120 વધુ વસૂલ્યા હતા. વધુ તપાસ પીઆઇ દેસાઇ કરી રહ્યા છે.