અમદાવાદ/ નરેશ રાવલના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક, ધારાસભ્યો અને સિનિયર નેતાઓ હાજર

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિપક્ષના નેતાનું પદ ખાલી છે. તો સાથે નવા પ્રમુખની વરણી પણ બાકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ જુલાઈ મહિનામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મહત્વની મુલાકાત કરશે

Top Stories Gujarat Others Trending
tweeter 5 નરેશ રાવલના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક, ધારાસભ્યો અને સિનિયર નેતાઓ હાજર

ગુજરાત રાજ્યમાં ઓક્સીજન ઉપર જીવી રહેલી કોંગ્રેસમાં કયારેક પ્રાણ ફૂંકાય તેવા એંધાણ વર્તાય છે.અને પરિસ્થતિ જૈસે થે. ગમે તેટલી બેઠક કરે પરિણામ શૂન્ય. ડચકા ખાતી કોંગ્રેસના નેતા અનેક વાર રાજ્યમાં પ્પોતાનો પગદંડો જમાવવા પ્રયાસ કરે છે. પરંતુ પરિણામ મળી શકતું નથી. ત્યારે તમામ રાજકીય પક્ષોએ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમા લાગી ગયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પણ હલચલ જોવા મળી રહી છે.

આજરોજ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોની કોંગ્રેસ અગ્રણી નરેશ રાવલના ઘરે બેઠક યોજાઈ હતી. જેમાં શૈલેષ પરમાર, રાજુ પરમાર, હિમ્મતસિંહ પટેલ, સી.જે ચાવડા, અમીબેન યાજ્ઞિક, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,જગદીશ ચાવડા, ગૌરવ પંડ્યા, સાગર રાયકા, હિમાંશુ વ્યાસ અને પ્રદીપ દવે(બકાભાઈ) હાજર રહ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિપક્ષના નેતાનું પદ ખાલી છે. તો સાથે નવા પ્રમુખની વરણી પણ બાકી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ જુલાઈ મહિનામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મહત્વની મુલાકાત કરશે

નોધનીય છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે મળવા માટે સમય માંગ્યો હતો. નેતા નરેશ રાવલના ઘરે મળેલા નેતાઓ પૈકીના નેતાઓ સોનિયા ગાંધીને મળી નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષીનેતાની પસંદગી અંગે રજુઆત કરશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના પદેથી રાજીનામું આપ્યુ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ પર કોંગ્રેસ દ્વારા મંથન કરવામાં આવી રહ્યુ છે.