Not Set/ આ સાધુ વાહન લે-વેચના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ ટેસ્ટ ડ્રાઈવના બહાને કાર લઈને નાસી જતો

ભુજના માધાપર હાઇવે પર વાહન લે-વેચના ધંધાર્થી પાસે ગ્રાહક તરીકે પહોંચી ટેસ્ટ ડ્રાઈવના બહાને ફોરચ્યુનર કાર અને તેમાં રહેલાં પચાસ હજાર રોકડા લઈ સાધુ ફરાર થઈ ગયો હતો

Gujarat Others
tweeter 4 આ સાધુ વાહન લે-વેચના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ ટેસ્ટ ડ્રાઈવના બહાને કાર લઈને નાસી જતો

ચોર હમેશા ચોરી કરવા માટે નવી નવી તરકીબો અજમાવે છે. ત્યારે ભુજ ખાતે એક કર ચોર સાધુના વેશમાં આવી ટેસ્ટ ડ્રાઈવના નામે કાર લઈ ફરાર થી ગયો છે. તપાસ કરતા ખબર પડી કે આ સાધુ પણ નકલી છે. અને ટેસ્ટ ડ્રાઈવ માત્ર ગાડી  ચોરી કરવા માટેનું બહાનું છે.

ભુજના માધાપર હાઇવે પર વાહન લે-વેચના ધંધાર્થી પાસે ગ્રાહક તરીકે પહોંચી ટેસ્ટ ડ્રાઈવના બહાને ફોરચ્યુનર કાર અને તેમાં રહેલાં પચાસ હજાર રોકડા લઈ સાધુ ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે ગઠિયાના વેશમાં આવેલા એ સાધુને પકડી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે પોતાને રાજસ્થાનના બાડમેર નજીક રામદેવપીરના જન્મસ્થાન રૂડિયાધામનો ગાદીપતિ ગણાવી આરોપી પ્રદીપ બાપુએ માધાપર હાઇવે પર આવેલ આવળકૃપા નામના ઓટો લે વેચ શોરૂમના સંચાલકનો વિશ્વાસ જીતી ફોર્ચ્યુનર કારની ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી જોકે આરોપી કાર લઈ પધ્ધર થઈ સામખીયાળી અને ત્યાંથી પાટણ જવા નીકળી ગયો હતો જેથી પોલીસે રાજસ્થાન પોલીસને સાથે રાખી આરોપીને ઝડપી લીધો છે અને કાર પણ કબ્જે કરી લેવાઈ છે આ આરોપી કચ્છના મુંદરા તાલુકાના પત્રી ગામનો પ્રદીપ પોપટલાલ શાહ હોવાનું સામે આવ્યું છે આરોપી પ્રદીપ સાધુનો વેશ ધારણ કરી મીઠી મીઠી વાતો કરી વાહન લે-વેચના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ ટેસ્ટ ડ્રાઈવના બહાને કાર લઈને નાસી જતો હતો. પોલીસે તેના ગુનાની કુંડળી તપાસતાં અગાઉ તેની સામે રાજકોટ શહેરમાં બે, અમરેલીમાં 1, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વાહનચોરીના એક-એક ગુના નોંધાયેલાં છે. ઈડરમાં તે જાહેરનામા ભંગ અને હથિયારધારા હેઠળ ઝડપાયો હતો.આગામી દિવસોમાં સાધુના વેશમાં રહેલાં ગઠિયાના નવા કાંડ પ્રકાશમાં આવે તેવી શક્યતા છે.