Bird-flu/ ગુજરાતમાં પણ બર્ડ ફ્લુનો કહેર, કાગડાઓ બાદ હવે ગાયોના પણ મોત

આ સમયમાં ગુજરાતમાં ૪ બર્ડ ફ્લુના કેસો સામે આવ્યા છે, એમાં હવે કાગડાઓની સાથે હવે ગાયોના પણ મોત થઇ રહ્યા છે. હાલમાં સુરત જિલ્લાના બારડોલી અને વડોદરા જિલ્લાના સાવલમાં અનેક ગાયો બર્ડ ફ્લૂના કારણે મોતને ભેટી છે.

Gujarat Surat
a 174 ગુજરાતમાં પણ બર્ડ ફ્લુનો કહેર, કાગડાઓ બાદ હવે ગાયોના પણ મોત

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વચ્ચે હવે દેશના ઉત્તરથી થઇ દક્ષિણના ભાગ સુધી હવે બર્ડ ફ્લુનો ખતરો સતત વધી રહ્યો છે. મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના જોવા મળેલા બર્ડ ફ્લુએ હવે ગુજરાતમાં કહેર મચાવ્યો છે.

આ સમયમાં ગુજરાતમાં 4 બર્ડ ફ્લુના કેસ સામે આવ્યા છે, એમાં હવે કાગડાઓની સાથે હવે ગાયોના પણ મોત થઇ રહ્યા છે. હાલમાં સુરત જિલ્લાના બારડોલી અને વડોદરા જિલ્લાના સાવલમાં અનેક ગાયો બર્ડ ફ્લૂના કારણે મોતને ભેટી છે. આ બન્ને ઠેકાણેથી મોકલવામાં આવેલા સેમ્પલના રિપોર્ટમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ છે.

આ પણ વાંચો-  રાજકોટમાં પ્રેમ સંબંધને લઈને ગંભીર કિશોરીએ કર્યો આપઘાત

બીજી તરફ સુરતમાં બર્ડ ફ્લૂનું સંકટ પણ વકરતુ જાય છે. શહેરના સિંગણપોરમાં પાણીની ટાંકી નજીક એક અને રિંગ રોડ પર પાવર હાઉસ નજીક 4 કાગડા મૃત મળી આવ્યા હતા. આ ઉપરાંત વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં 30 કાગડા અચાનક મોતને ભેટ્યા હતા. જેમના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કોરોનાના આ કહેર વચ્ચે હવે આ બર્ડ ફ્લુ નામના રોગે સરકારની ચિંતા વધારી દીધી છે અને ત્યારબાદ સરકાર દ્વારા પણ યુધ્ધના ધોરણે તૈયારીઓ કરાઈ રહી છે.

આ પણ વાંચો- બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ કોરોના પાઝિટિવ, થાઇલેન્ડમાં રમી રહી હતી ચેમ્પિયનશીપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો