Not Set/ ભારત-ઔસ્ટ્રેલિયા મેચ: વોર્નરે પ્રેક્ષકો દ્વારા કરવામાં આવેલી જાતીય ટિપ્પણીની નિંદા કરી

પ્રેક્ષકો દ્વારા આવો વ્યવહાર કરવામાં આવે તે યોગ્ય નથી:વોર્નર, ભારતની ટીમના બે ખેલાડીઓને જાતીય ટિપ્પણી નો સામનો કરવો પડ્યો

Sports
ind vs aus 1 0 ભારત-ઔસ્ટ્રેલિયા મેચ: વોર્નરે પ્રેક્ષકો દ્વારા કરવામાં આવેલી જાતીય ટિપ્પણીની નિંદા કરી

ઔસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન ડેવીડ  વોર્નરે  ભારતીય ખેલાડીયો માં  ખાસ  કરીને  મોહમ્મદ  સીરાજ  પર  ત્રીજા  ટેસ્ટ  દરમ્યાન  કરવામાં  આવેલ  જાતિવાદી ટિપ્પણીની  નિંદા  કરી અને  કહ્યું  કે  પ્રેક્ષકો  દ્વારા  આવો  વ્યવહાર  કરવામાં  આવે  તે  યોગ્ય  નથી. તેમજ  વધુમાં  તેમણે  કહ્યું  હતું  કે  પહેલી  વાર  ઔસ્ટ્રેલિયાના  પ્રવાસે  ગયેલ  સીરાજ  તેમજ જસપ્રિત બૂમરાહને  પણ  સતત  બે દિવસથી  પ્રેક્ષકો  દ્વારા  કરવામાં  આવતી  ટિપ્પણીનો સામનો  કરવો  પડી  રહ્યો  છે.

ચોથા  દિવસે થોડાક  સમય  માટે મેચ રોકવી  પડી  હતી. જેમાં  ભારતીય  ટીમ દ્વારા  અમ્પાયરને  ફરિયાદ  કરી  હતી. તે  પછી છ પ્રેક્ષકોને  મેદાનમાંથી નિકાળી  દેવામાં  આવ્યા  હતા.

આ પણ વાંચો- બેડમિંટન સ્ટાર સાઈના નેહવાલ કોરોના પાઝિટિવ, થાઇલેન્ડમાં રમી રહી હતી ચેમ્પિયનશીપ

વોર્નરે  ઇન્સ્ટાગ્રામ  પર  લખ્યું  કે  “હું મોહમ્મદ  સીરાજ અને  ભારતીય  ટીમથી  માફી  માંગવા  માંગુ  છું, જાતીવાદી અથવા  દુર્વ્યવહાર  કોઈ  પણ  જગ્યાએ  ક્યારેય સ્વીકાર્ય  નથી . આશા છે કે પ્રેક્ષકો  આગામી  સમયમાં  સારો  વ્યવહાર  રાખે . “

આ પણ વાંચો-  રાજકોટમાં પ્રેમ સંબંધને લઈને ગંભીર કિશોરીએ કર્યો આપઘાત

મેચ વિશે વોર્નરે  કહ્યું  કે  વાગવાના  કારણે  બે  મેચમાં બહાર  રહ્યા પછી  પાછો  આવ્યા  બાદ  સારું  લાગ્યું. તેમજ  વધુમાં  જણાવ્યું કે પાછો આવ્યો  તે  ખૂબ  સારું  હતું. મેચનું  પરિણામ ધાર્યું  એવું આવ્યું નથી, જેવુ અમારે  જોઈતું  હતું. પરંતુ આ  ટેસ્ટ  મેચ  છે. પાંચ દિવસ આપણે  સારું રમ્યા. તેમજ  ભારતની  ટીમ  દ્વારા મેચમાં શાનદાર વાપસી કરી. આ જ કારણ છે કે આપણે ક્રિકેટને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, તે સરળ રમત નથી. હવે, બ્રિસ્બેનમાં નિર્ણાયક મેચ જોવી અને ત્યાં રમવું એ અલગ મજા છે. ‘

 

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો