RCB vs PBKS/ RCB vs PBKS લાઇવ અપડેટ્સ: RCB ની  ટીમે 6 વિકેટ પર 178 રન કરીને વિજય મેળવ્યો 

પંજાબ કિંગ્સે 12મી ઓવરના છેલ્લા બોલ પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. આ પછી શિખર ધવન પણ 13મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. પ્રથમ લિવિંગસ્ટોન 13 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન 37 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો.

Top Stories Sports
Beginners guide to 78 5 RCB vs PBKS લાઇવ અપડેટ્સ: RCB ની  ટીમે 6 વિકેટ પર 178 રન કરીને વિજય મેળવ્યો 

23:20 PM RCB vs PBKS  RCB ની  ટીમે 6 વિકેટ પર 178 રન કરીને વિજય મેળવ્યો 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 6 વિકેટ પર 178 રન કરીને વિજય મેળવ્યો છે. RCB ની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો.જેમાં પંજાબ કિંગ્સની ટીમે 176 રન કર્યા હતા . અને RCB ને 177 રનનો લક્ષાંક આપ્યો હતો.જ્યારે RCB એ લક્ષાંક પૂરો કરીને  વિજય મેળ્યો છે.

22:59 PM RCB vs PBKS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે સૌથી મોટી વિકેટ ગુમાવી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે સૌથી મોટી વિકેટ ગુમાવી છે. RCB ના દમદાર ખેલાડી વિરાટ કોહલી 49 બોલમાં 77 રન અને અનુજ રાવત 14 બોલમાં 11 રન કરીને આઉટ થયા. બેંગ્લોર ટીમના 6 વિકેટના નુકસાન પર 141 રન. અને જીતવા માટે 18 બોલમાં 36 રન કરવાના છે.

22:34 PM RCB vs PBKS  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વધુ એક મોટો ઝટકો 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. ગ્લેન મેક્સવેલ 5 બોલમાંં 3 રન કરીને આઉટ થયા છે. RCB ના 4 વિકેટ પર 106 રન થયા છે.

22:25 PM RCB vs PBKS  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની  ત્રીજી વિકેટ પડી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી રજત પાટીદાર 18 બોલમાં 18 રન કરીને આઉટ થયા. બેંગ્લોરની ટીમના 3 વિકેટના નુકસાન પર 88 રન.

21:55  PM RCB vs PBKS રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને વધુ એક ઝટકો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને વધુ એક ઝટકો. કેમેરોન ગ્રીન 5 બોલમાં 3 રન કરીને આઉટ થયા છે. બેંગ્લોરની ટીમના 2 વિકેટ પર 43 રન.

21:55 PM RCB vs PBKS  શરૂઆતમાં  RCB ને એક ઝટકો 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 177 રનના લક્ષાંકથી તેમની બેટિંગ શરૂ કરી  છે. ત્યારે શરૂઆતમાં જ  RCB ની ટીમને એક ઝટકો લાગ્યો છે. ફાફ ડુ પ્લેસિસે 7 બોલમાં 3 રન કરીને આઉટ થયા છે. બેમગ્લોર ટીમના  1 વિકેટના નુકસાન પર 41 રન થયા છે.

21:21 PM RCB vs PBKS  પંજાબે RCB ને 177 રનનો લક્ષાંક  આપ્યો 

પંજાબ કિંગ્સની ટીમે 6 વિકેટના નુકસાન પર 176 રન કરીને. RCB ની ટીમને 177 રનનો લક્ષાંક આપ્યો છે.

21:11 PM RCB vs PBKS પંજાબ કિંગ્સને વધુ એક ઝટકો

પંજાબ કિંગ્સને વધુ એક ઝટકો. જીતેશ શર્મા 20 બોલમાં 27 રન બનાવીને આઉટ થયા. પંજાબ કિંગ્સના 6 વિકેટના નુકસાન પર 168 રન.

21:59 PM RCB vs PBKS પંજાબની પાંચમી વિકેટ પડી, સેમ કુરન આઉટ

પંજાબ કિંગ્સે 150ના કુલ સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી છે. સેમ કુરન 17 બોલમાં 23 રન કરીને આઉટ થયા છે.. તેઓએ ત્રણ ચોગ્ગા માર્યા છે. હવે પંજાબનો 5 વિકેટ પર 156 રન છે. 156/5

20:48 PM RCB vs PBKS લાઇવ સ્કોર  પંજાબનો સ્કોર 111-4

14 ઓવર પછી પંજાબ કિંગ્સના 4 વિકેટ પર 111 રન છે.જીતેશ શર્મા પાંચ બોલમાં ત્રણ રન પર છે. જ્યારે સેમ કુરન છ બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે.

20:30 PM RCB vs PBKS લાઇવ સ્કોર: પંજાબની ચોથી વિકેટ પડી, લિવિંગસ્ટોન અને ધવન આઉટ
પંજાબ કિંગ્સે 12મી ઓવરના છેલ્લા બોલ પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. આ પછી શિખર ધવન પણ 13મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. પ્રથમ લિવિંગસ્ટોન 13 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન 37 બોલમાં 45 રન બનાવીને આઉટ થયો હતો.

20:22 PM (IST) RCB vs PBKS લાઇવ સ્કોર: લિવિંગસ્ટોને સિક્સ-ફોર ફટકાર્યા
લિયામ લિવિંગસ્ટોને 11મી ઓવરમાં ફોર અને સિક્સ ફટકારી હતી. આ ઓવરમાં કુલ 14 રન આવ્યા હતા. 11 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર બે વિકેટે 92 રન છે. ધવન 43 અને લિવિંગસ્ટોન 14 રને રમી રહ્યા છે.

20:18 PM (IST) RCB vs PBKS લાઇવ સ્કોર: પંજાબ કિંગ્સનો સ્કોર 78/2
10 ઓવરના અંતે પંજાબ કિંગ્સનો સ્કોર 4 વિકેટે 78 રન હતો. કેપ્ટન શિખર ધવન 33 બોલમાં 42 રન બનાવીને રમતમાં છે. તેણે 5 ફોર અને 1 સિક્સ ફટકારી છે. તેની સાથે લિયામ લિવિંગસ્ટોન ક્રિઝ પર છે.

20:14 PM (IST) RCB vs PBKS લાઈવ સ્કોર: પંજાબ કિંગ્સની બીજી વિકેટ પડી
પંજાબ કિંગ્સે 72ના કુલ સ્કોર સાથે 9મી ઓવરના પાંચમા બોલ પર બીજી વિકેટ ગુમાવી હતી. પ્રભસિમરન સિંહ 17 ​​બોલમાં 25 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી બે ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. મેક્સવેલે પ્રભસિમરનને પેવેલિયન મોકલ્યો હતો.

20:06 PM (IST) RCB vs PBKS લાઇવ સ્કોર: પંજાબ કિંગ્સનો સ્કોર 50-1
7 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર એક વિકેટે 49 રન છે. શિખર ધવન 24 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 23 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે પ્રભસિમરન સિંહ 12 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 17 રન બનાવીને રમી રહ્યો છે.

19:59 PM (IST) RCB vs PBKS લાઇવ સ્કોર: પાવરપ્લેમાં પંજાબ કિંગ્સનો સ્કોર 40/1
પાવરપ્લે એટલે કે 6 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર એક વિકેટે 40 રન છે. શિખર ધવન 21 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 21 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે પ્રભસિમરન સિંહ 9 બોલમાં બે ચોગ્ગા સાથે 10 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 21 બોલમાં 23 રનની ભાગીદારી થઈ છે.

19:57 PM (IST) RCB vs PBKS લાઇવ સ્કોર: પંજાબનો સ્કોર 34-1
પંજાબ કિંગ્સનો સ્કોર એક વિકેટે 34 રન છે. શિખર ધવન 18 બોલમાં 20 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે પ્રભસિમરન સિંહ છ બોલમાં એક ચોગ્ગા સાથે પાંચ રન પર છે.

19:46 PM (IST) RCB vs PBKS લાઇવ સ્કોર: પંજાબ સ્કોર 21/1
3 ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર એક વિકેટે 21 રન છે. શિખર ધવન 9 બોલમાં એક ફોર સાથે આઠ રન બનાવીને રમતમાં છે. જ્યારે પ્રભસિમરન સિંહ ત્રણ બોલમાં એક ચોગ્ગા સાથે ચાર રન પર છે.

19:44 PM (IST)RCB vs PBKS લાઈવ સ્કોર: પંજાબની પહેલી વિકેટ પડી
જોની બેયરસ્ટોએ ત્રીજી ઓવરમાં સિરાજ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યાર બાદ સિરાજે બીજા જ બોલ પર બેયરસ્ટોને આઉટ કર્યો હતો. કિંગ કોહલીએ તેનો કેચ પકડ્યો હતો. બેયરસ્ટો છ બોલમાં આઠ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

19:39 PM (IST) RCB vs PBKS લાઇવ સ્કોર: યશ દયાલે બે રન આપ્યા
RCB તરફથી યશ દયાલે બીજી ઓવર ફેંકી. આ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરે બીજી ઓવરમાં માત્ર બે રન આપ્યા હતા. બે ઓવર પછી પંજાબ કિંગ્સનો સ્કોર કોઈ નુકશાન વિના નવ રન છે.

19:36 PM RCB vs PBKS લાઇવ સ્કોર: સિરાજની ઓવરમાંથી સાત રન 
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવર ફેંકી હતી. આ ઓવરમાં સાત રન આવ્યા હતા. શિખર ધવને એક ફોર સાથે તમામ રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટોએ હજુ ખાતું ખોલ્યું નથી.

19:18 PM આ ખેલાડીઓમાંથી ઈમ્પેક્ટ પ્લેયરની પસંદગી કરવામાં આવશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સુપર સબ્સ: સુયશ પ્રભુદેસાઈ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, વિજયકુમાર વિશાક, સ્વપ્નિલ સિંહ

19:19 PM આ ખેલાડીઓમાંથી ઈમ્પેક્ટ પ્લેયરની પસંદગી કરવામાં આવશે
પંજાબ કિંગ્સ સુપર સબ્સ – અર્શદીપ સિંહ, રિલે રોસોઉ, તનય થિયાગરાજન, હરપ્રીત ભાટિયા, વિદ્વાથ કવેરપ્પા

19:17 PM આરસીબીની પ્લેઈંગ ઈલેવન
આરસીબીની પ્લેઈંગ ઈલેવન- ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક, અનુજ રાવત (વિકેટકીપર), અલ્ઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.

19:16 PM પંજાબ કિંગ્સ ઇલેવન 
પંજાબ કિંગ્સની પ્લેઈંગ ઈલેવન- શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, સેમ કુરન, જીતેશ શર્મા (વિકેટકીપર), લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર.

19:05 PM RCB vs PBKS લાઇવ અપડેટ્સ: બેંગલુરુએ ટોસ જીત્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આરસીબીએ તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેણીએ છેલ્લી મેચની જેમ જ ટીમ સાથે પ્રવેશ કર્યો છે. પંજાબ કિંગ્સે પણ કોઈ ફેરફાર કર્યા વગર પ્રવેશ કર્યો છે.