IND vs SA/ દક્ષિણ આફ્રિકા સામે ખરાબ પ્રદર્શન બાદ ભુવનેશ્વર કુમારની બોલિંગ પર ઉઠ્યા સવાલ

દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરીઝ (IND vs SA)ની પ્રથમ બે મેચમાં ભુવનેશ્વર કુમારનાં બોલિંગ પ્રદર્શનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

Sports
bhuvneshwar kumar

દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરીઝ (IND vs SA)ની પ્રથમ બે મેચમાં ભુવનેશ્વર કુમારનાં બોલિંગ પ્રદર્શનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ખેલાડી સુનિલ ગાવસ્કરની પણ પ્રતિક્રિયા આવી છે, જેઓ માને છે કે ભારતે 2023 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભુવનેશ્વર કુમારને બદલે દીપક ચહરને પ્રાધાન્ય આપવાનું શરૂ કરવું જોઈએ. ભુવનેશ્વર કુમાર સીરીઝની બંને મેચમાં બેરંગ દેખાયો હતો અને તેણે બંને મેચમાં અનુક્રમે 64 અને 67 રન આપ્યા હતા અને તેને કોઈ સફળતા પણ મળી ન હોતી.

આ પણ વાંચો – Shocking / સચિન તેંડુલકરનાં સૌથી ખાસ ફેનને પોલીસે માર્યો ઢોર માર, એક સમયે બોલાવ્યો હતો પોલીસ સ્ટેશનનાં ઉદ્ઘાટન માટે

સ્પોર્ટ્સ ટુડે પર ભારતનાં ભૂતપૂર્વ બેટ્સમેન ગાવસ્કરે કહ્યું કે, ચહર ભુવનેશ્વર જેવો જ ખેલાડી છે અને તેથી તેને સમાન વિકલ્પ તરીકે ગણી શકાય. મને લાગે છે કે હવે દીપક ચહરને જોવાનો સમય આવી ગયો છે. તે યુવાન છે, લગભગ એક જ પ્રકારનો બોલર છે અને ક્રમમાં સારી રીતે બેટિંગ કરી શકે છે. ગાવસ્કરે કહ્યું કે, ભુવનેશ્વર પણ છેલ્લા એક વર્ષમાં ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં બિનઅસરકારક રહ્યો છે. ભુવી ભારતીય ક્રિકેટનો જબરદસ્ત ખેલાડી રહ્યો છે, પરંતુ પાછલા વર્ષમાં, ફ્રેન્ચાઇઝી T20 ક્રિકેટમાં પણ તે મોંઘો રહ્યો છે. ઇનિંગ્સની શરૂઆતમાં નહીં પણ અંતમાં, તે શાનદાર યોર્કર અને ધીમી બોલિંગ કરતો હતો, પરંતુ હવે તે આમ કરી શકતો નથી. એવું લાગી રહ્યુ છે કે, વિપક્ષ તમારી બોલિંગને સમજી ગયુ છે અને તેઓ જાણે છે કે કેવી રીતે તૈયારી કરવી. તો હવે કદાચ કોઈ બીજાને જોવાનો સમય આવી જ ગયો છે. ભૂતપૂર્વ અનુભવી ઓપનરે કહ્યું કે, ભારતે હવેથી 2023 વર્લ્ડકપ માટે તેની કોર ટીમ બનાવવાનું શરૂ કરવું જોઈએ.

આ પણ વાંચો – Bollywood / આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘એન એક્શન હીરો’નું શૂટિંગ લંડનમાં થયુ શરૂ..

તેમણે વધુમાં કહ્યુ કે, હવે ઈરાદો એ જોવાનો હોવો જોઈએ કે ભારતમાં 2023નાં વર્લ્ડકપ માટે તમારી કોર ટીમ કઈ હશે. આ કરવા માટે અમારી પાસે સારા 17-18 મહિના છે. કોર ટીમે વધુમાં વધુ ODI મેચો રમવાની હોય છે. વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અને બાદમાં ઈંગ્લેન્ડ સામે મેચો આવી રહી છે. આ તે છે જ્યાં તમારે તેમને શક્ય તેટલી વધુ મેચો આપવી પડશે જેથી કરીને તેઓ વિશ્વ કપ માટે સારી રીતે તૈયાર થઈ શકે.