Not Set/ એન્ડી મરેએ કારકિર્દીની 700મી જીત નોંધાવી,પ્રથમ રાઉન્ડમાં ટેરો ડેનિયલને હાર આપી

એન્ડી મરેએ ઈન્ડિયન વેલ્સના પ્રથમ રાઉન્ડમાં ટેરો ડેનિયલને હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે તેણે કારકિર્દીની 700મી મેચ જીતી લીધી છે.

Top Stories Sports
11 11 એન્ડી મરેએ કારકિર્દીની 700મી જીત નોંધાવી,પ્રથમ રાઉન્ડમાં ટેરો ડેનિયલને હાર આપી

એન્ડી મરેએ ઈન્ડિયન વેલ્સના પ્રથમ રાઉન્ડમાં ટેરો ડેનિયલને હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે તેણે કારકિર્દીની 700મી મેચ જીતી લીધી છે. આ રેકોર્ડ હાંસલ કરનાર તે 18મો ખેલાડી છે. મરેએ મેચમાં ધીમી શરૂઆત કરી હતી અને પ્રથમ સેટ તારો ડેનિયલ સામે 1-6ના માર્જીનથી હારી ગયો હતો. જે બાદ લયમાં પરત ફરીને તેણે બીજો સેટ 6-2ના માર્જીનથી જીતી લીધો હતો. ડેનિયલ ત્રીજા સેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મરેએ તેને તેમ કરવા દીધું ન હતું. તેણે ત્રીજો સેટ 6-4ના માર્જિનથી જીતીને તેની કારકિર્દીની 700મી મેચ જીતી લીધી અને ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી.

મેચ જીત્યા બાદ મરેએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેણે ગયા વર્ષના અંતમાં પોતાના માટે આ લક્ષ્ય રાખ્યું હતું અને હવે તેને હાંસલ કરી લીધું છે. તેણે કહ્યું કે અલબત્ત આટલી બધી મેચ જીતવી એ મોટી વાત છે અને તે મેળવવી તેના માટે મોટી વાત છે. હવે તેનું લક્ષ્ય 800 મેચ જીતવાનું છે. મેચની શરૂઆતમાં એવું લાગતું હતું કે મરેને તેની 700મી જીત માટે થોડી વધુ રાહ જોવી પડશે. ડેનિયલએ શાનદાર શરૂઆત કરી અને પ્રથમ સેટમાં મરેની સર્વિસ તોડીને સરળ જીત નોંધાવી.