Political/ સ્ટેજ તૂટ્યો અને ધડામથી નીચે પડ્યા નેતાજી, જાણો પછી શું બોલ્યા

કટિહારમાં એક કાર્યક્રમમાં ભાષણ આપ્યા બાદ નીચે ઉતરતી વખતે સ્ટેજની સીડીઓ તૂટી ગઈ અને તારકિશોર પ્રસાદ બાકીનાં લોકો સાથે મંચ પરથી પડી ગયા હતા.

Top Stories India
ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ

કટિહારમાં એક કાર્યક્રમમાં ભાષણ આપ્યા બાદ નીચે ઉતરતી વખતે સ્ટેજની સીડીઓ તૂટી ગઈ અને તારકિશોર પ્રસાદ બાકીનાં લોકો સાથે મંચ પરથી પડી ગયા હતા. બિહારનાં ડેપ્યુટી CM તારકિશોર પ્રસાદ સ્ટેજ પરથી ઉતરતી વખતે બોડીગાર્ડ સાથે નીચે પડી ગયા હતા. ભારે ભાર વધી ગયો હોવાને કારણે પ્લેટફોર્મ પરથી નીચે આવતી સીડી તૂટી ગઈ, જેના કારણે આ અકસ્માત થયો હોવાનુ સામે આવ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તારકિશોર પ્રસાદ મંગળવારે કટિહારનાં માનસાહી બ્લોક હેઠળ બેંક ઓફ બરોડાની કુરેથા શાખા દ્વારા આયોજિત લોન વિતરણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. પરંતુ ગેરવહીવટનાં કારણે ડેપ્યુટી CM તારકિશોર પ્રસાદ અને તેમના બોડીગાર્ડ સહિત છ લોકો સ્ટેજની સીડી તૂટી પડતાં જ નીચે પડી ગયા હતા.

આ પણ વાંચો – ડેન્ગ્યુ / કાશ્મીરમાં ડેન્ગ્યુના કેસ 1 હજાર પાર,કેન્દ્ર દ્વારા વિશેષ ટીમ મોકલવામાં આવી

જોકે આ અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. તેમ છતાં ક્યાંક ને ક્યાંક આયોજક સમિતિ પર સવાલ ઉઠે છે કે આટલી મોટી બેદરકારી કેવી રીતે થઈ? કાં તો આયોજક સમિતિ દ્વારા સ્ટેજની સીડી મજબુત કરવામાં આવી ન હોતી અથવા તો તે સ્ટેજ પર વધુ લોકો ચડી ગયા હતા. શું કારણ છે, આ બાબત ચોક્કસપણે તપાસનો વિષય છે. નોંધનીય છે કે બિહારનાં નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદ મંગળવારે મોડી સાંજે કટિહારનાં માનસાહી બ્લોક હેઠળ બેંક ઓફ બરોડાની કુરેથા શાખામાં આયોજિત લોન વિતરણ શિબિરમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન સામૂહિક રીતે સ્વીકારવામાં આવેલી પાંચ કરોડની રકમનાં પ્રથમ હપ્તા તરીકે એક કરોડની રકમનો સાંકેતિક ચેક 100 જીવિકા દીદીઓમાં વહેંચવામાં આવ્યો હતો. સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય અને દેશનાં વિકાસમાં બેંકોની ભૂમિકા મહત્વની છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, જીવિકા દીદીએ સમગ્ર રાજ્યમાં સારું કામ કર્યું છે. તેઓ બેંક દ્વારા આપવામાં આવેલી બેંક લોનની સમયસર ચુકવણી કરીને આગળ વધી રહ્યા છે એટલું જ નહીં, આવા જૂથો રાજ્ય અને દેશનાં વિકાસમાં પણ મદદ કરી રહ્યા છે. તેથી, સરકાર આવા જૂથોને પ્રોત્સાહન આપવા માટે સતત કામ કરી રહી છે.

આ પણ વાંચો –ઘટાડો / કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી, જાણો કેટલો કર્યો ઘટાડો

ઉલ્લેખનીય છે કે, સ્ટેજ પરથી નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદની સાથે અન્ય લોકો પણ સ્ટેજ પરથી નીચે પડ્યા હતા જેમા ઘણા લોકોને ઈજા પહોંચી છે. જોકે નાયબ મુખ્યમંત્રી સંપૂર્ણપણે સુરક્ષિત છે. બાદમાં ડેપ્યુટી CM તારકિશોર પ્રસાદે બધાને આશ્વાસન આપ્યું કે તેઓ બિલકુલ સ્વસ્થ છે, તેઓ સુરક્ષિત છે.