Not Set/ ફેથાઈ વાવાઝોડુ: આંધ્રપ્રદેશ અને ઑડિશામાં એલર્ટ જાહેર, ટ્રેનો કરાઈ કેન્સલ

ફેથાઈ વાવાઝોડાનો પ્રકોપ યથાવત છે. આંધ્રપ્રદેશ અને ઑડિશારાજ્યનાં તટીય વિસ્તારમાં ફેથાઈ વાવાઝાડાને લઈને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ફેથાઈ વાવાઝોડાનાં કારણે ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશમાં 22 પેસેન્જર ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે. Andhra Pradesh: 22 passenger trains have been cancelled, one train rescheduled and one train partially cancelled in […]

Top Stories India
phethai ફેથાઈ વાવાઝોડુ: આંધ્રપ્રદેશ અને ઑડિશામાં એલર્ટ જાહેર, ટ્રેનો કરાઈ કેન્સલ

ફેથાઈ વાવાઝોડાનો પ્રકોપ યથાવત છે. આંધ્રપ્રદેશ અને ઑડિશારાજ્યનાં તટીય વિસ્તારમાં ફેથાઈ વાવાઝાડાને લઈને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ફેથાઈ વાવાઝોડાનાં કારણે ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશમાં 22 પેસેન્જર ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે.

IMD નાં કહેવા અનુસાર આ વાવઝોડું કાકીનાડા અને વિશાખાપટ્ટનમ સુધી પહોંચી શકે છે. આંધ્રપ્રદેશમાં જાનમાલની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાજ્યનાં 9 તટીય જીલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત રાજ્યની ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડીઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

હવાની ગતિ 100 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે. ઑડિશા રાજ્યનાં તટીય જીલ્લા ગંજામ, ગજપતિ, રાયગઢ જીલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યનાં અમુક જીલ્લામાં અતિ ભારે વરસાદની આશંકા છે.

જો કે આજે બપોર સુધીમાં આ વાવાઝોડું શાંત થઇ જશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.