Terrorist killed/ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતાઃ ચાર આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. તેણે ચાર આતંકવાદી ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે.

Top Stories India
Terrorist killed 1 જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતાઃ ચાર આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. તેણે ચાર આતંકવાદી ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ પૂંછના સિંધરા વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો વચ્ચે પહેલી અથડામણ ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યે થઈ હતી ત્યારબાદ રાત્રિમાં દેખરેખના સાધનો સાથે ડ્રોન તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર સાથે આજે વહેલી સવારે સંયુક્ત ઓપરેશન ફરી શરુ થયું હતું, જેમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.

સંયુક્ત ઓપરેશન
ભારતીય સેનાના વિશેષ દળો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો અન્ય દળો સાથે ઓપરેશનનો ભાગ હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓ મોટાભાગે વિદેશી આતંકવાદીઓ હોવાની શક્યતા છે અને તેમની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે.
મોટા કાવતરાની આશંકા

સૂત્રોના જણાવ્યા અનુસાર, LOC પારથી, ISI અને આતંકવાદી સંગઠનોના નેતાઓએ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની આસપાસ મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે આતંકવાદીઓને ઘૂસણખોરી કરવા અને આ તરફ પહોંચવાની સૂચના આપી છે. 25 જૂનના રોજ ચકન દા બાગમાં પણ સુરક્ષા દળોએ આતંકી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવીને ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ અથડામણમાં સેનાનો એક જવાન પણ ઘાયલ થયો હતો.

15મી ઓગસ્ટને લઈ એલર્ટ

સુરક્ષાદળો આગામી 15મી ઓગસ્ટને લઈને અત્યંત સતર્ક છે. તેઓને એલર્ટ મળ્યુ છે કે આતંકવાદીઓ આ સમયે અથવા રક્ષાબંધનના તહેવારોની આસપાસ ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેના પગલે સુરક્ષા દળોએ તકેદારીનું પ્રમાણ પણ વધાર્યું છે.  તેના પગલે ચાલતા તપાસ અભિયાનમાં જ આ આતંકવાદીઓના સગડ મળતા સુરક્ષા દળોએ તેમને પડકારતા આ અથડામણ થઈ હતી.

 

આ પણ વાંચોઃ Gujarati rain/રાજ્યમાં મેઘરાજાની વધુ એક ઇનિંગનો પ્રારંભઃ છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

આ પણ વાંચોઃ Sudden Heart Attack/OMG!  20 વર્ષના યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ એટેકથી મોત, ગુજરાતના અરવલ્લીની ઘટના

આ પણ વાંચોઃ Bhupendra Patel/ગિરનાર યાત્રાધામની મુશ્કેલ યાત્રા બનશે સરળ , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો આ મોટો નિર્ણય

આ પણ વાંચોઃ Surat/કપડા વેચવા માટે મુસ્લિમ યુવકે બનાવ્યું હિંદુ નામે બનાવટી આધાર કાર્ડ, આરોપીની ધરપકડ

આ પણ વાંચોઃ AMARNATH YARTA/અમરનાથ યાત્રામાં ત્રીજા ગુજરાતી યાત્રીનું મોત, છેલ્લા 14 દિવસમાં કુલ 24ના મોત….