Not Set/ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇની આજે પ્રથમ પૂર્ણતિથિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલી

ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપાઇની પ્રથમ પુણ્યતિથિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાનનાં સ્મારક ‘સદૈવ અટલ’ ની મુલાકાત લઈને વાજપાઇજીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. વડા પ્રધાનની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપનાં કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડા અને ઘણા વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓએ પણ વાજપાયીને શ્રદ્ધાંજલિ આપી હતી. પાંચ દાયકાથી દેશનાં રાજકારણમાં સક્રિય […]

India
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇની આજે પ્રથમ પૂર્ણતિથિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલી

ભાજપનાં દિગ્ગજ નેતા અને પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપાઇની પ્રથમ પુણ્યતિથિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાનનાં સ્મારક ‘સદૈવ અટલ’ ની મુલાકાત લઈને વાજપાઇજીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. વડા પ્રધાનની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપનાં કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડા અને ઘણા વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓએ પણ વાજપાયીને શ્રદ્ધાંજલિ આપી હતી. પાંચ દાયકાથી દેશનાં રાજકારણમાં સક્રિય એવા અટલ બિહારી વાજપાઇનું આ દિવસે એટલે કે 16 ઓગષ્ટ, 2018 નાં રોજ નિધન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા.

આ દરમિયાન વાજપાઇની પુત્રી નમિતા ભટ્ટાચાર્ય અને પૌત્રી નિહારિકા પણ અટલ સ્મારક પર પહોંચી અને અટલજીને શ્રદ્ધાંજલી આપી. ઘણા વિપક્ષી નેતાઓ પણ સમાધિ પર પહોંચ્યા હતા અને અટલજીને શ્રદ્ધાંજલી આર્પી હતી. આ પ્રસંગે ‘સદૈવ અટલ’ સ્મારક સ્થળે ભજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. દિલ્હી સહિત દેશનાં ઘણા ભાગોમાં આજે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ ટ્વીટ કરીને અટલ બિહારી વાજપાઇને શ્રદ્ધાંજલી આપી હતી. નાયડૂએ લખ્યું, ‘ભારતીય લોકશાહીની શ્રેષ્ઠ પરંપરાઓ, લોકશાહીનાં નૈતિક મૂલ્યોનું મૂર્ત સ્વરૂપ, અટલજી એ પ્રેરણારૂપ હતા. દેશ તેમના માનવતાવાદી યુગનાં નેતા, ઉમદા અને ઉત્સાહી શબ્દશિલ્પીને હંમેશા સ્મરણ કરતા રહેશે માનશે. પુણ્યાત્માને મારી વિનમ્ર શ્રદ્ધાંજલી.’

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે અટલ બિહારી વાજપાઇનાં ભાષણો અને કવિતાઓનો એક વીડિયો શેર કર્યો અને ટ્વિટ કર્યું, ‘અટલજી રાજકારણી નહીં, તેઓ આપણા માટે પિતા જેવા હતા. તેમનું પ્રસ્થાન એ એક યુગનો અંત છે, તેમનો અભાવ ક્યારેય પૂર્ણ થશે નહીં, તેમની પુણ્યતિથિ પર મારી શ્રદ્ધાપૂર્ણ શ્રદ્ધાંજલી. તે હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેશે, અને તેમના બતાવેલા માર્ગને અનુસરીને, અમે તેમના સપનાને સાકાર કરીશું.’

Atal Bihari Vajpayee Death Anniversary Updates પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇની આજે પ્રથમ પૂર્ણતિથિ, PM મોદીએ આપી શ્રદ્ધાંજલી

વાજપાઇનાં અવસાન પછી તેમની અસ્થિઓને દેશની 100 નદીઓમાં લહેરાવવામાં આવી હતી. ભાજપનાં સ્થાપક સભ્યોમાંથી એક એવા અટલ બિહારી વાજપાઇ માત્ર પ્રખર વક્તા જ નહીં પરંતુ તેજસ્વી કવિ પણ હતા. તેમની ઘણી કવિતાઓ આજે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં પહેલી વાર હિન્દીમાં ભાષણ આપવાનુ ગૌરવ પણ અટલ બિહારી વાજપાઇને જ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.