Not Set/ આવતીકાલથી બજેટ સત્ર શરૂ,5 જુલાઈએ સીતારામન બજેટ રજૂ કરશે,વિપક્ષો કરશે હોબાળો

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારનું પહેલું સંસદીય સત્ર આવતીકાલ એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે.આ બજેટ સત્રમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ રજૂ થશે.આ સત્ર 26 જુલાઈ 2019 સુધી ચાલશે. રાજ્યસભાનું સત્ર 20 જુનથી શરૂ થઈ 26 જુલાઈ સુધી ચાલશે. આ સત્ર 40 દિવસ ચાલશે અને 30 બેઠકો યોજાશે. પ્રથમ બે દિવસ […]

Top Stories India
cbv dsuovf 8 આવતીકાલથી બજેટ સત્ર શરૂ,5 જુલાઈએ સીતારામન બજેટ રજૂ કરશે,વિપક્ષો કરશે હોબાળો

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારનું પહેલું સંસદીય સત્ર આવતીકાલ એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે.આ બજેટ સત્રમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ રજૂ થશે.આ સત્ર 26 જુલાઈ 2019 સુધી ચાલશે.

રાજ્યસભાનું સત્ર 20 જુનથી શરૂ થઈ 26 જુલાઈ સુધી ચાલશે. આ સત્ર 40 દિવસ ચાલશે અને 30 બેઠકો યોજાશે. પ્રથમ બે દિવસ દરમિયાન નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવશે. રાષ્ટ્રપતિ કોવિંદ 20 જૂને લોકસભા અને રાજ્યસભાના સંયુકત અધિવેશનને સંબોધીત કરશે.

નાણાં મંત્રી તરીકે સીતારામનનું આ પહેલું બજેટ હશે.નાણામંત્રી સીતારામન ૫મીએ 2019-20નું પૂર્ણ બજેટ રજુ કરશે. આર્થિક સર્વેક્ષણ સંસદમાં 4થી જુલાઈએ રજુ થશે.

જો કે બજેટ સત્રમાં વિપક્ષ જુદા મુડમાં જણાય છે. ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે  કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો ઈવીએમના મુદ્દાના સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.

વિપક્ષોને આશંકા છે કે ભાજપની લોકસભાની ચૂંટણીમાં ભાજપની જોરદાર જીત ઇવીએમમાં ગરબડીને કારણે થઈ છે.ચૂંટણી પંચ અને ઈવીએમએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે ચૂંટણી પંચના આંકડા સાથે વિપક્ષો સંમત નથી.

કૉંગ્રેસ પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષ સંસદમા ઇવીએમના મુદ્દાને ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિ પાસે લઈ જવાની તૈયારીમાં છે. તેઓની માંગણી છે કે હવે પછીની ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ.આ મુદ્દે કોંગ્રેસ  જ નહી પરંતુ મમતા, માયાવતી, અખિલેષ, ચંદ્રાબાબુ સહિતના નેતાઓએ વિરોધ નોંધાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.